Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સિવિલના ડોકટરે મેડિકલ રિપોર્ટ નહિ આપતા ખાનગી ડોક્ટરને બોલાવી હાર્દિક પટેલનું ચેકઅપ કરાવાયું

અમદાવાદ :પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસના પાંચમા દિવસે આજે સોલા સિવિલના ડૉક્ટરે હાર્દિક પટેલનું ચેકઅપ કર્યા બાદ મેડિકલ રિપોર્ટની કોપી ન આપતા ઉપવાસ સ્થળે હાજર પાટીદારો નારાજ થયા હતા. આથી તેમણે ખાનગી ડોક્ટરને બોલાવી મેડિકલ ચેકઅપ કરાવ્યું. સોલા ડોક્ટરની ટીમે હાર્દિકનો બ્લડ રિપોર્ટ ના આપતા ખાનગી ડૉક્ટર પાસે બ્લડ અને યુરિન સેમ્પલ લેવડાવ્યા છે.

(12:40 am IST)