Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

રિબાઈને મરવા કરતાં સમાજને કંઈ અપાવીને મરવાને હું ધન્ય ગણીશ : શું કહ્યું હાર્દિકે ફેસબુક લાઈમાં, વાંચો તેના જ શબ્દોમાં.

 

અમદાવાદ :પાસના સુપ્રીમો હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફી અને અનામતની માંગ સાથે ઉપવાસ પર બેઠા છે ત્યારે આ રાત્રે 9 વાગ્યે ફેસબુક લાઈવમાં તેને મોટી જાહેરાત કરતા આવતીકાલથી પાણીનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે ત્યારે ફેસબુક લાઇવમાં હાર્દિક પટેલે શું કહ્યું તે તેના જ શબ્દોમાં જોઈએ તો

  "જય સરદાર, દોસતો. આજે ઉપવાસ આંદોલનનો પાંચમો દિવસ છે. ડોક્ટરો ચેક-અપ કરે છે. શરીરમાં થોડી વિકનેસ છે. ચિંતા કરવાની જરૂર નથી. થોડો ઘણો સમાજ માટે અને ખેડૂતો માટે બને એટલું કામ કરવાનો હું પ્રયાસ કરીશ. અહીં ગુજરાતમાંથી 60,000થી વધુ લોકોએ આવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને આવવા દીધા નથી. માત્ર 1100ની આસપાસ લોકો આવ્યા છે. તમે ગામ, તાલુકા કે શહેર જ્યાં હોવ ત્યાં ઉપવાસ ચાલુ કરી દો. મારો એક જ ઉદ્દેશ્ય છે. જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળે અને અલ્પેશની જેલમુક્તી ન થાય ત્યાં સુધી હું ઉપવાસ ચાલુ રાખવાનો છું. હું સાચો-ખોટો છું એ જાણતો નથી. ખેડૂતોનાં દેવા માફ થાય એ જરૂરી છે.

  પાટીદારોને અનામત મળે એ જરૂરી છે. 2017માં ચુકી ગયા છો, 2019માં યાદ રાખજો. જ્યારે ખેડૂતોનું દેવું માફ થશે તો મારા પિતાને જ ફાયદો થવાનો નથી. અનામત મળશે તો મારી એકલાની પેઢીને જ નથી મળવાની. રિબાઈને મરવા કરતાં સમાજને કંઈ અપાવીને મરવાને હું ધન્ય ગણીશ

   ગુજરાતમાં 1000થી વધુ લોકો ઉપવાસ પર બેઠા છે. આવતીકાલથી હું પાણીનો પણ ત્યાગ કરવાનો છું. ગુજરાતના વિકાસના બણગા ફૂંકાય છે, તે ખોટા ઠર્યા છે. ગઈકાલે જે એક રિપોર્ટ આવ્યો છે, તેમાં ગુજરાતનો વિકાસદર સૌથી નીચો બતાવાયો છે. "

 

(11:07 pm IST)