Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

શિવપાલે સમાજવાદી પાર્ટી સાથે અંતે છેડો ફાડી લીધો

સમાજવાદી સેક્યુલર મોરચાની રચના કરી : સમાજવાદી પાર્ટીથી ઉપેક્ષિતોને મોરચામાં સામેલ થવા શિવપાલની અપીલ : નાના પક્ષોને સાથે લેવા માટે તૈયારી

લખનૌ,તા. ૨૯ : લાંબા સમયથી સમાજવાદી પાર્ટી દ્વારા નજરઅંદાજનો સામનો કરી રહેલા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવે હવે સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડી લીધો છે અને સમાજવાદી પાર્ટી સેક્યુલરની રચના કરી છે. શિવપાલે કહ્યુ છે કે સમાજવાદી પાર્ટીમાં ઉપેક્ષિત લોકોને આ મોરચામાં સામેલ થવા માટે અપીલ કરશે. મુલાયમ સિંહ પણ જોડાશે તેવો દાવો પણકર્યો હતો. તમામ નાના પક્ષોને સાથે લઇને ચાલવાની પણ શિવપાલે વાત કરી છે. છેલ્લા દોઢ વર્ષથી શિવપાલ યાદવ પાસે કોઇ પણ પ્રકારની જવાબદારી ન હતી. શિવપાલે રવિવારના દિવસે પોતાની બહેન પાસેથી રાખડી બંધાવી લીધા બાદ સંકેત આપ્યો હતો કે કે તેમને પાર્ટીમાં કોઇ જવાબદારી મળી રહી નથી. તેમણે કહ્યુ હતુ કે ઇન્તજાર દોઢ વર્ષથી તેઓકરી રહ્યા છે. ગયા વર્ષ જ્યારે પાર્ટીની રાષ્ટ્રીય કારોબારની બેઠક મળી ત્યારે એમ માનવામાં આવી રહ્યુ હતુ કરે તેમને મહાસચિવ બનાવવામાં આવી શકે છે. જો કે બીજા ભાઇ પ્રોફેસર રામગોપાલ યાદવને મહાસચિવ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આના કારણે પહેલા તેઓ નિરાશ હતા અને હવે હતાશ થઇ ચુક્યા છે. શિવપાલ છેલ્લા દોઢ વર્ષથી માત્ર જિલ્લામાં જનસંપર્ક કાર્યોમાં લાગેલા હતા. તેઓ ક્ષેત્રની સમસ્યાઓને લઇને પણ પત્રો લખી રહ્યા છે. સમાજવાદી પાર્ટીમાં આંતરિક ખેંચતાણ જારી રહી છે. આગામી દિવસોમાં આ ખેંચતાણ વધારે તીવ્ર બની શકે છે. શિવપાલ યાદવ હાલમાં પહેલા કરતા ઓછા સક્રિય દેખાઇ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષના અધ્યક્ષ અને યોગી સરકારના કેબિનેટ મંત્રી રહેલા ઓમપ્રકાશ રાજભરે શિવપાલ સાથે વાતચીત કરી હતી. એવી અટકળો ચાલી રહી છે કે, રાજભર પણ આ મોરચામાં સામેલ થઇ શકે છે. રિપોર્ટ મુજબ નવી પાર્ટી બનાવી લીધા બાદ શિવપાલ મુલાયમ સાથે પણ વાતચીત કરી રહ્યા છે. શિવપાલને તેમના મોટાભાઇ મુલાયમસિંહ યાદવે ગયા વર્ષે જ વિશ્વાસ અપાવ્યો હતો કે, સમાજવાદી પાર્ટીમાં તેમને કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવશે. ગયા વર્ષે જ્યારે સમાજવાદી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઈ ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે, કે તેમની પાર્ટીના મહાસચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવશે પરંતુ બીજા ભાઈ પ્રોફેસર રામગોપાલ યાદવને પ્રધાન મહાસચિવ બનાવી દેવામાં આવ્યા હતા જેના પરિણામ સ્વરુપે શિવપાલ યાદવ છેલ્લા ઘણા સમયથી નાખુશ દેખાઈ રહ્યા હતા. શિવપાલને અન્ય નાના પક્ષોના નેતાઓ પણ ળી રહ્યા છે.

(7:26 pm IST)