Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

મોહનદાસ ગાંધીને મહાત્મા ગાંધી બનાવનાર પં. રાજકુમાર શુકલને ભારત રત્ન માટે વિચારોઃ બ્રહ્મભટ્ટ

બિહાર, તા., ર૯: ર૩ ઓગષ્ટે ચંપારણ સત્યાગ્રહના સુત્રધાર પંડીત રાજકુમાર શુકલ જયંતી સમારંભમાં ગુજરાત અને ગાંધીની ધરતી પરથી હર્ષદભાઇ બ્રહ્મભટ્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. તેમણે કહયું કે ગુજરાત અને બિહારનો સંબંધ ગાઢ છે. હવે ગાંધીની ભુમી ઉપર શુકલાની ચર્ચા થવી જોઇએ. તેમણે એમ પણ કહયું કે મોહનદાસ ગાંધીને મહાત્મા ગાંધી બનાવવાવાળા પંડીત રાજકુમાર શુકલને 'ભારત રત્ન' સન્માન આપવા કેન્દ્ર સરકારે વિચારવું જોઇએ.

બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું કે ચંપારણ સત્યાગ્રહના અગ્રદુત પંડીત શુકલ અને મહાત્મા ગાંધીને ગાઢ સંબંધ હતો. એટલે જ શુકલની ચર્ચા બિહારમાં જ નહિ ગુજરાત સહિત દેશભરમાં થવી જોઇએ. માટે સંસ્થાન દ્વારા ગુજરાતમાં પોતાના કાર્યક્રમનો વિસ્તાર કરવો જોઇએ. તેમણે કહયું કે પંડીત શુકલની ઐતિહાસિક ધરતી પર આવીને મેં જે સન્માન મેળવ્યું છે તેનાથી હું અભિભુત છું. આયોજન બદલ આખી ટીમને અભિનંદન આપુ છું. કેન્દ્રીય અધ્યક્ષ શ્રી ભટ્ટ દ્વારા શ્રી તખ્ત હરમિન્દરસાહીબના અધ્યક્ષ ચરણજીતસિંહ અને મહારાજા સોનલસિંહ સહીત ગુરૂદ્વારા પુસ્તકાલયને પંડીત શુકલ જયંતી સમારોહ ઉપર સ્મૃતિચિહ્ન-ર૦૧૮ ભેટ કર્યુ હતું.

(3:55 pm IST)