Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

જેલર યુવાનોને આતંકી બનાવતો હતો!

શ્રી નગરની સેન્ટ્રલ જેલના જેલરની ધરપકડઃ યુવાનોને ત્રાસવાદી ટ્રેનિંગ માટે મોકલતો હતો

જમ્મુ તા.૨૯: જમ્મુના અંબફળા જિલ્લા જેલના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ફિરોઝ અહેમદ લોનને યુવાનોને આતંકવાદી ટ્રેનિંગ માટે સીમા પાર મોકલવાનું શ્રી નગર જેલમાં કાવતરૂ ઘડવાના આરોપસર પકડી લેવાયો છે. લોન આ પહેલા શ્રીનગર સેન્ટ્રલ જેલમાં હતો. રીમાંડની માંગણી માટે તેને બુધવારે કોર્ટમાં રજુ કરવામાં આવશે. આ સાથે જ બીજા એક કાવતરાખોરને પણ એનઆઇએ દ્વારા પકડીને રીમાંડ પર લેવામાં આવ્યો છે.

એનઆઇએની તપાસમાં જાણવા મળ્યું હતું કે શ્રીનગર જેલમાં ત્યારના ડેપ્યુટી જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ફિરોઝ અહેમદ લોન, ઇશાક પલ્લા અને બે યુવાન સુહૈલ અહમદ બટ અને દાનિશ ગુલામ લોન વચ્ચે જેલ પરિસરમાં રપ ઓકટોબર ૨૦૧૭ના રોજ બેઠક થઇ હતી. જેમાં યુવાનોને ટ્રેનિંગ માટે સીમા પાર મોકલવાનું કાવતરૂ ઘડાયું હતું. ઇશાક પલ્લા જુદા-જુદા કેસમાં જેલમાં હતો જે આ કાવતરાનો મુખ્ય ઘડવેૈયો હતો. કુપવાડા પોલીસે ૩૦ ઓકટોબરે એલઓસી પાસેથી સોહેલ અને દાનિશને ગીરફતાર કર્યાં હતા. પુછપરછમાં તેમણે પીઓકેમાં ટ્રેનિંગ લેવા જવાની વાત સ્વીકારી હતી. એનઆઇએ અનુસાર પકડાઇ ગયા પહેલા બંન્ને બ્લેકબેરી મેસેન્જર દ્વારા એકબીજાના સંપર્કમાં હતાં.

ત્યાર પછી એનઆઇએ દ્વારા તપાસ શરૂ થઇ હતી. પલ્લા અને ફિરોઝ બન્નેને મંગળવારે પકડી લેવામાં આવ્યા હતા. ફિરોઝે પોતાના અધિકારોનો દુરૂપયોગ કરીને દેશ વિરોધી પ્રવૃતિ કરી હોય તેની બદલી જમ્મુ કરી દેવાઇ હતી. સુત્રોનું કહેવું છે બન્ને જૈશે  મહમદ સાથેે જોડાયેલા છે.

(3:52 pm IST)