Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ભીમા-કોરેગાંવ હિંસા સબંધે

ધરપકડના વિરોધમાં સુપ્રીમમાં રીટઃ બપોરે સુનાવણી

નવી દિલ્હી :.. ભીમા-કોરેગાંવ હિંસા સંબંધે દેશના પ માનવ અધિકાર કાર્યકર્તાઓની ધરપકડના વિરોધમાં ઇતિહાસકાર રોમિલા થાપર અને ૪ અન્ય કાર્યકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી છે. જેની સુનાવણી સાંજે ૩-૪પ વાગે થશે. ધરપકડ થયેલ માનવાધીકાર કાર્યકર્તાઓ ઉપર માઓવાદી હોવાની શંકા છે.

વરિષ્ઠ ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંઘવી રોકાયા છે. તેમણે ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય બેન્ચ સમક્ષ આ અરજી ઉપર આજે જ સુનાવણી રાખવા અનુરોધ કરેલ.

ગયા વર્ષે ૩૧ ડીસેમ્બરે મહારાષ્ટ્રમાં એલગાર પરિષદ પછી તુરત જ દલિતો અને સવર્ણ પેશવાઓ વચ્ચે તોફાનો સર્જાયા હતા તેના પગલે આ ધરપકડો થઇ હતી. (પ-૩૬)

(3:40 pm IST)