Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

૨૧ મહિને ૫૦૦-૧૦૦૦ની ગણત્રી પુરી ૯૯.૩% નોટો પરત

નોટબંધી દરમિયાન જેટલી કરન્સી ચલણમાંથી બહાર થઇ તેનાથી વધુ નોટ અત્યારે ચલણમાં : રિઝર્વ બેંકનો રિપોર્ટ : ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ કુલ ૧૫ લાખ ૪૧ હજાર કરોડથી વધુનું ચલણ હતું તે પછી ૧૫ લાખ ૩૧ હજાર કરોડ રૂપિયાની જુની નોટ પાછી આવી

નવી દિલ્હી તા. ૨૯ : ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ લાગુ કરેલી નોટબંધીના ૧.૯ વર્ષ બાદ ભારતીય રીઝર્વ બેંકે પરત આવેલી જુની ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટનો આંકડો જાહેર કરી દીધો છે. આરબીઆઇએ કહ્યું છે કે, નોટબંધીના સમયે ચાલી રહેલા કુલ ૧૫ લાખ ૩૧ હજાર કરોડ રૂપિયાની જુની નોટ પરત આવી છે.

૮ નવેમ્બરે ૨૦૧૬ના કુલ ૧૫ લાખ ૪૧ કરોડથી વધુની નોટ પ્રચલનમાં હતી. આરબીઆઇએ જાહેર કરેલા વાર્ષિક રીપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જુની નોટોને બંધ કરીને નવી ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી.

રીઝર્વ બેંકે કહ્યું છે કે, નોટબંધી દરમિયાન બેંકોમાં પરત આવેલી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જુની નોટની ગણતરી અને અસલીની ઓળખ કર્યા બાદ તેને નષ્ટ કરીને આ પસ્તીમાંથી ઇંટો બનાવામાં આવશે. ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા દ્વારા તેને પહોંચી વળવામાં આવશે. ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ નોટબંધી બાદ ૩૦ જુન ૨૦૧૭ સુધી ૧૫.૨૮ લાખ કરોડ રૂપિયાની જુની નોટ આરબીઆઇની પાસે પહોંચી ગઇ છે.

એક આરટીઆઇના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યું છે કે, જુની નોટને દેશભરના આરબીઆઇ કાર્યાલયોમાં લાગેલી બેકાર નોટને નષ્ટ કરવા અને તેની ઇંટ બનાવતી સિસ્ટમ દ્વારા તેને ફાડીને ઇંટો બનાવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આરબીઆઇ એવા પ્રસંસ્કૃત નોટને રીસાઇકિલ કરતું નથી એ પહેલા કરન્સી ચકાસણી મશીનથી તેને અસલી હોવાની તપાસ કરાશે. જુની કરન્સીની તપાસ માટે આરબીઆઇની વિવિધ શાખાઓમાં ઓછામાં ઓછા ૫૯ મશીનોને લગાવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, પસ્તી થયેલી નોટોથી બનેલી ઇંટોનો ઉપયોગ આગ સુલગવા માટે કરવામાં આવે છે. 

રીઝર્વ બેંકે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના વાર્ષિક રીપોર્ટમાં કહ્યું છે કે, બંધ કરેલી ૯૯.૩ ટકા નોટ બેંકોમાં પરત આવી છે. આરબીઆઇએ કહ્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થાએ રોકાણ અને નિર્માણમાં તેજીના કારણે મજબૂતીની રાહ પકડી છે. કેન્દ્રીય બેંકે એ પણ કહ્યું કે, ઉચ્ચ પરિવર્તનશીલના માહોલમાં દર વર્ષના આધાર પર મોંઘવારી દરમાં ઘટાડો આવ્યો છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જીએસટી લાગુ કર્યા બાદ મોટી સફળતા મેળવવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જીએસટી લાગૂ કરાયા બાદ અપ્રત્યક્ષ વેરાના સંકલનના ઢાંચામાં જબરદસ્ત સુધારો આવ્યો છે. આ ઉપરાંત ચાલુ ખાતા ખાધ (COD) માં પણ સુધારો થયો છે. વળી, વિદેશી ચલણમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે નવી નોટોના છાપકામમાં સરકારના કુલ ૭૯૬૫ કરોડ ખર્ચ થયા છે.

રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૭-૧૮ માં ભારતીય અર્થવ્યવસ્થામાં રોકાણ અને નિર્માણ ક્ષેત્રે ચડાવ ઉતાર છતાં જબરદસ્ત લચીલાપણુ જોવા મળ્યુ છે. મોંઘવારીમાં વર્ષે વર્ષે ઘટાડો જોવા મળી રહ્યો છે. વળી, રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે નોટબંધી બાદ લોકો વચ્ચે નોટોની ખેંચ ખતમ થઈ ગઈ છે અને હવે લોકો પાસે નોટબંધી પહેલાની તુલનામાં વધુ નોટો છે. વળી, ક્રેડિટ ગ્રોથમાં વધારો થયો છે અને આ બમણા અંક સુધી પહોંચી ગયો છે. જયારે તે ગયા વર્ષે પોતાના ઐતિહાસિક નીચલા સ્તર પર હતો.

વળી, રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઘરેલુ નાણાંકીય બજારમાં સ્થિરતા જોવા મળી છે. શેર બજારમાં પણ સુધારો જોવા મળ્યો છે. આરબીઆઈ અનુસાર જીએસટી લાગુ થયા બાદ મોટી ઉપલબ્ધિ મેળવવામાં આવી છે. અપ્રત્યક્ષ વેરાની વસૂલીમાં પણ ઘણો વધારો થયો છે.(૨૧.૨૫)

શું દેશમાં ૦.૭ ટકા એટલે કે ફકત ૧૦ લાખ કરોડનું જ કાળુ નાણું હતું ? રીઝર્વ બેન્કના રીપોર્ટથી નોટબંધી ઉપર ઉઠતા સવાલો

નવી દિલ્હીઃ ૮ નવેમ્બર-ર૦૧૬ની રાત્રીએ ૮ વાગ્યે સમગ્ર દેશમાં નોટબંધી લાગુ થઇઃ પ૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ થઇ હતીઃ ર૧ મહીના બાદ આરબીઆઇના રીપોર્ટમાં ખુલાસોઃ ફકત ૧૦ લાખ કરોડ રૂપીયાનો નોટ જ પાછી ન આવીઃ બાકીની ૯૯.૩ ટકા જુની નોટો પરત આવીઃ રીપોર્ટથી સવાલ ઉઠે છે કે શું દેશમાં માત્ર ૦.૭ ટકા જ કાળુ નાળુ હતું?  જે માટે નોટબંધી જેવું પગલું લેવાયું:  સવાલ ઉઠે છે કે શું નોટબંધીનું પગલું યોગ્ય હતુ? રીઝર્વ બેન્કે ર૦૧૬-૧૭ના વાર્ષિક રીપોર્ટમાં જણાવ્યું હતું કે નોટબંધી બાદ ૧૦૦૦ની ૮.૯ કરોડ નોટ પરત નથી આવીઃ આનો મતલબ એ થયો કે ૯૯ ટકા નોટ પરત આવી ગઇઃ નોટબંધી બાદ નવી નોટો છાપવા ૭૯૬પ કરોડનો ખર્ચ થયો

(3:33 pm IST)