Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ભયાનક પૂરના ૧૫ દિવસ બાદ આજથી ફરી ખુલ્લુ મુકાયું કોચી એરપોર્ટ

કોચી તા. ૨૯ : કેરળમાં ભારે વરસાદને કારણે ભયાનક પૂરની આફત ત્રાટકવાને કારણે છેલ્લા અનેક દિવસોથી બંધ રાખવામાં આવેલું કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ આજથી ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

જેટ એરવેઝ અને ઈન્ડીગો જેવી ખાનગી એરલાઈન્સ એમની કામગીરીઓ આજથી ફરી શરૂ કરશે.

આ એરપોર્ટ પર પૂરનાં પાણી ફરી વળ્યાં બાદ એને ગઈ ૧૪ ઓગસ્ટથી બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે આજે બપોરે ૨ વાગ્યાથી આ એરપોર્ટ પર વિમાની કામગીરી ફરી રાબેતા મુજબની થઈ જશે અને એરપોર્ટ ફરી ધમધમતું થઈ જશે.

કેરળ રાજયમાં આ વખતે આવેલું પૂર આ સદીનું સૌથી વિનાસકારી હતું જેણે ૩૦૦થી વધુ લોકોનાં જાન લીધાં છે અને લગભગ રૂ. ૧૯,૫૧૨ કરોડનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.(૨૧.૧૩)

(11:38 am IST)