Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ભારતમાં ખરાબ સ્થિતિમાં બાળગૃહોઃ માત્ર ૫૪ જ કરે છે નિયમોનું પાલન

રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા સમિતિના એક સોશિયલ ઓડિટ : રિપોર્ટમાં દેશના બાળગૃહોની ભયાવહ સ્થિતિ સામે આવી

નવી દિલ્હી તા. ૨૯ : રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા સમિતિ (NCPCR)ના એક સોશિયલ ઓડિટ રિપોર્ટમાં દેશના બાળગૃહોની ભયાવહ સ્થિતિ સામે આવી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટ સામે રજૂ કરાયેલા રિપોર્ટમાં સામે આવ્યું છે કે મોટાભાગના બાળ પોષણ ગૃહો જરૂરી માનકો અને નિયમોને નજરઅંદાજ કરે છે અને ઘણાં ઓછા બાળઘરો નિયમ મુજબ ચાલી રહ્યા છે.

NCPCRના એડવોકેટ પુજારીને સોંપવામાં આવેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, 'શરૂઆતની તપાસમાં સામાન્ય વિશ્લેષણમાં જ એ વાત સામે આવી છે કે બહુ ઓછા બાળગૃહો નિયમોનું પાલન કરે છે. ઘણી તપાસ સમિતિઓમાં સામે આવ્યું છે કે, આમાંથી ઘણાં ઓછા કાગળ પર ડેટા તૈયાર કરે છે અને કિશોર ન્યાય (બાળ પોષણ તથા સુરક્ષા) અધિનિયમ, ૨૦૧૫ના માનકો પ્રમાણે ખરા ઉતર્યા છે.'

પાછલા દિવસોમાં બિહારના મુઝફફરપુર અને ઉત્ત્।ર પ્રદેશના બાલિકા ગૃહમાં યૌન શોષણના મામલા સામે આવ્યા પછી સુપ્રીમ કોર્ટે દેશભરના આવા બાળગૃહોના ઓડિટ રિપોર્ટ નથી. એનસીપીસીઆરના જસ્ટીસ મદનબી લોકુર, એસ અબ્દુલ અને દીપક ગુપ્તાની બેંચને આ વિશે માહિતી આપી.

એનસીપીસીઆરે જણાવ્યું, 'ઉદાહરણ માટે અત્યાર સુધી તપાસ દળો દ્વારા જોવામાં આવેલા કુલ ૨,૮૭૪ બાળ આશ્રય ગૃહોમાંથી માત્ર ૫૪ને જ તમામ છ તપાસ એજન્સિએ યોગ્ય હોવાનું જણાવ્યું છે. બાકી તમામ માનકો પર ખરા નથી ઉતર્યા. એજ રીતે હવે ઓડિટ કરાયેલા ૧૮૭ શેલ્ટર હોમ્સમાંથી માત્ર ૧૯માં જ તમામ બાળકોના ૧૪ રેકોર્ડ્સ મળે છે જેનું હોવું જરૂરી છે.'(૨૧.૧૫)

 

(11:33 am IST)