Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

'જે ફરિયાદ કરે તેને ગોળી મારી દો' આ છે ન્યુ ઇન્ડિયા

બુધ્ધિજીવીઓની ધરપકડ પર બોલ્યા રાહુલ ગાંધી

નવી દિલ્હી તા. ૨૯ : મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં હિંસા મામલે પોલીસે મંગળવારે દેશભરમાં વામપંથી વિચારકોના ઘર પર છાપામારી કરી. પોલીસે વામપંથી વિચારધારાના સમર્થક ગણાતા પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ધરપકડ પછી લેફટ પક્ષો સહિત કેટલીક વિપક્ષી પાર્ટીઓએ સરકાર વિરોધી ગણાવ્યા છે. જયારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું છે કે, 'ફરિયાદ કરે તેને ગોળી મારી દો. આજ છે ન્યૂ ઈન્ડિયા.'

આ મામલામાં પોલીસે છાપામારી કરીને દિલ્હીથી એકિટવિસ્ટ ગૌતમ નવલખા, ફરીદાબાદથી સુધા ભારદ્વાજ અને વામપંથી ચિંતક વરવર રાવ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ બધા વામપંથી વિચારધારાના સમર્થક માનવાામં આવી રહ્યાં છે અને તે માટે લેફટ પાર્ટીઓ તે આરોપ લગાવી રહી છે કે, કેન્દ્ર સરકાર જાણીજોઈને તેમને નિશાનો બનાવી રહી છે. જયારે પોલીસનો દાવો છે કે, ધરપકડ કરાયેલ બધા જ લોકો માઓવાદીઓ અને નકસલીઓ સાથે જોડાયેલા છે.

વામપંથી વિચારકોની ધરપકડને લઈને રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું, જેમાં તેમને કહ્યું કે, ભારતમાં માત્ર એક એનજીઓ માટે જગ્યા છે અને આનું નામ આરએસએસ છે. બાકી બીજી બધી જ એનજીઓ બંધ કરી દો. બધા જ એકિટવિસ્ટોને જેલમાં મોકલી દો અને જે લોકો ફરિયાદ કરે તેમને ગોળી મારી દો. ન્યૂ ઈન્ડિયામાં તમારૂ સ્વાગત છે.

રાહુલ ગાંધી ઉપરાંત સીપીઆઈ નેતા પ્રકાશ કરાતે પણ કેન્દ્ર સરકારની ટીકા કરતાં કહ્યું કે, વામપંથી વિચારકોની ધરપકડની નિંદા કરતાં કહ્યું કે, આ લોકતાંત્રિક અધિકારો પર એક મોટો હુમલો છે. અમે માંગ કરી રહ્યાં છીએ કે, આ લોકો વિરૂદ્ઘ બધા જ મામલાઓને પાછા લેવામાં આવે અને તેમને તાત્કાલિત રિહા કરી દેવામાં આવે.(૨૧.૫)

(9:41 am IST)