Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

હવે ટ્રેનમાં મુસાફરો શોપિંગ પણ કરી શકશે :ડિસેમ્બરથી લાંબા અંતરની ટ્રેનોમાં મળશે સુવિધા

મધ્ય અને પ‌િશ્ચમ રેલવે લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં પરફ્યુમ્સ, બેગ્સ, વોચીસ અને બીજી ચીજવસ્તુઓનું વેચાણ કરશે

 

નવી દિલ્હી :આગામી ડિસેમ્બર મહિનાથી લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં પ્રવાસના સમય દરમિયાન શોપિંગ કરી શકો છો. મધ્ય અને િશ્ચમ રેલવે તેની લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં પરફ્યુમ્સ, બેગ્સ, વોચીસ અને બીજી મુસાફરીની ચીજવસ્તુઓનું વેચાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે

 . હવાઈ મુસાફરીની જેમ હવે ટ્રેનના પ્રવાસ દરમિયાન પણ ખરીદીનો આનંદ માણી શકશો. રેલવે મંત્રાલય દ્વારા ઝોનલ રેલવેને ટિકિટ ઉપરાંત ૧૨૦૦ કરોડની આવક વધારવાનું કહેવામાં આવતાં ચીજ વસ્તુઓ રેલ પ્રવાસીઓને વેચી વાર્ષિક આવકમાં વધારો કરવાનું રેલવે વિચારી રહી છે.

સપ્ટેમ્બરમાં પશ્ચિમ રેલવે ટેન્ડર ખોલશે અને ડિસેમ્બર મહિનાથી શતાબ્દી ટ્રેનમાં વેચાણ શરૂ કરવાનું તેમનું લક્ષ્ છે, જ્યારે મધ્ય રેલવે ઓક્ટોબર મહિનાથી કોણાર્ક એક્સપ્રેસ, ચેન્નઈ એક્સપ્રેસ અને અર્નાકુલમ-હજરત નિઝામુદ્દીન દૂરન્તોના .સી. કોચમાં ઓન-બોર્ડ સેલ કરવાનું વિચારી રહી છે.

(8:58 am IST)