Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ઇઝરાયલમાં પેગાસસ સ્પાઇવેર તૈયાર કરનારી કંપની એનએસઓ ગ્રુપના કાર્યાલયોની ઇઝરાયલી ઓથોરિટીએ તપાસ શરૂ કરી

ઇઝરાયલમાં પેગાસસ સ્પાઇવેર તૈયાર કરનારી કંપની એનએસઓ ગ્રુપના કાર્યાલયોની ઇઝરાયલી ઓથોરિટીએ તપાસ શરૂ કરી છે. ખુદ એન એસ ઓ ગ્રુપ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. કંપનીનું કહેવુ છે કે ઇઝરાયલી ઓથોરિટી તરફથી અમારે ત્યા ઇસ્પેક્શન કરવામાં આવ્યુ હતું. કંપનીએ કહ્યુ કે અમે પેગાસસ જાસૂસી વિવાદની તપાસ કરી રહેલી ઇઝરાયલી ઓથોરિટી સાથે પુરી પારદર્શિતા સાથે કામ કરી રહ્યા છીએ.  ભારત સહિત વિશ્વભરની 17 મીડિયા સંસ્થાઓએ પેગાસસ સ્પાઇવેર પર એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે, જેમાં વિશ્વભરમાં 50,000થી વધારે મોબાઇલ નંબરોની જાસૂસી માટે પસંદ કરવાની વાત કહેવામાં આવી છે. એક તરફ ઇઝરાયલનું કહેવુ છે કે તે પેગાસસ કેસને પુરી ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે. બીજી તરફ એનએસઓએ આવા રિપોર્ટને ફગાવતા કહ્યુ કે તે પુરી પારદર્શિતા સાથે કામ કરી રહ્યા છે. કંપનીનું કહેવુ છે કે પેગાસસનો ઉપયોગ માત્ર આતંકવાદ અને ગુના સામે લડવા માટે સરકારી જાસુસી એજન્સીઓ અને કાયદાકીય સંસ્થાઓ તરફથી ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે.

(5:53 pm IST)