Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ફ્રાન્સથી રાફેલ લાવનાર એરફોર્સની ટીમના જાબાજ પાયલોટોનો પરિચય

ટીમની કમાન ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહે સંભાળેલ : સભ્યોમાં કાશ્મીરના હિલાલ અહમદ, ઉત્તરપ્રદેશના અને જામનગર ફરજ બજાવી ચુકેલ મનીષ સિંહ તથા અંબાલાના વિંગ કમાંડર અભીષેક ત્રિપાઠી સામેલ

અંબાલા,તા.૨૯: આજે ફ્રાન્સથી ૫ રાફેલ ફાઇટર હરિયાણાના અંબાલા ખાતે આવી પહોંચ્યા છે. ફ્રાન્સથી રાફેલ લાવનાર ભારતીય પાયલોટોએ ૭ હજાર કિલોમીટરનું અંતર કાપ્યુ છે.

એરફોર્સની આ ટીમનું નેતૃત્વ ગ્રુપ કેપ્ટન હરકીત સિંહ કરી રહ્યા હતા. જેમાં દક્ષીણ કાશ્મીરથી એક કોમોડોર હિલાલ અહમદ રાથર, યુપીમાં બલીયાથી કોમોડોર મનીષસિંહ, રાજસ્થાનના જાલોરથી વિંગ કમાંડર અભિષેક ત્રિપાઠી સામેલ છે.

એર કોમોડોર હિલાલ અહમદ રાથર, કાશ્મીરમાં રાતો-રાત ચર્ચામાં છે. હિલાલ હાલમાં ફ્રાન્સમાં ભારતમાં એર અટૈચ છે. તેમના કેરિયર મુજબ તે હાલ વિશ્વના સર્વશ્રેષ્ઠ ફલાઇંગ અધીકારી છે. તેમણે જમ્મુના નગરોટીમાં સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરેલે તેઓ ૧૭ ડીસેમ્બર ૧૯૮૮ના રોજ વાયુસેનામાં ફાયટર પાયલોટના રૂપે શામેલ થયેલ.  ૧૯૯૩માં ફલાઇટ લેફટનન્ટ ૨૦૦૪માં વિંગ કમાંડર ૨૦૧૬માં ગ્રુપ કેપ્ટન અને ૨૦૧૯માં એર કોમોડોર બનેલ.

ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહ ૧૭મી સ્ક્રોડ્રન 'ગોલ્ડન એરો'ના કમાંડીંગ ઓફીસર છે. તેઓ પહેલા મિગ-૨૧ના પાયલોટ હતા. તેમને એરક્રાફટ અને પોતાનો જીવ બચાવવા બદલ ૨૦૦૯માં શોર્ય ચક્રથી સન્માનીત કરાયેલ.

૨૦૦૮માં સ્ક્રોડન લીડર રહેવા દરમિયાન અવરોધ અભ્યાસ દરમિયાન ઉડાનથી ૪ કિલોમીટરની ઉંચાઇએ અવરોધ પ્રક્રીયા દરમિયાન અચાનક એન્જીનમાં આગ લાગી અને ત્રણ ધડાકા થયેલ.

પણ,હરકિરત સિંહે તુરંત આગ ઉપર કાબુ મેળવી અને વિમાનને સુરક્ષીત લેન્ડ કરાવેલ.

ટીમના સભ્ય કોમોડોર મનીષસિંહ યુપીના રહેવાસી છે. જ્યારે ગામના લોકોએ મનીષસિંહની તસવીર રાફેલ લાવનાર ટીમમાં જોઇ ત્યારે તેમની ખુશીનો પાર ન રહેલ. મનીષે સ્કુલ અભ્યાસ બલીયામાં કરેલ. અને આગળનો અભ્યાસ સૈનીક સ્કુલમાં લીધેલ.

મનીષ વર્ષ ૨૦૦૨માં ઇન્ડીયન એરફોર્સમાં પાયલોટ બનેલ. અંબાલા અને જામનગર બાદ ૨૦૧૭-૨૦૧૮માં તેમની તૈનાતી ગોરખપુરમાં હતી. રાફેલ લાવવા મનીષને પ્રશિક્ષણ માટે સરકારે ફ્રાન્સ મોકલેલ.

વિંગ કમાંડર અભીષેક ત્રિપાઠી રાજસ્થાનના ઝાલોર શહેરના બ્રહ્મપુરીના રહેવાસી છે. કુશ્તીના દાવપેંચમાં માહેર અભિષેક હાલ રાફેલ ભારત લાવ્યા છે. તેમણે ૨૦૦૧માં એનડીએની પરીક્ષા પાસ કરી પોતાનું સપનું પુરૃં કરેલ. ત્યાર બાદ ફલાઇંગ ઓફીસરના રૂપે વાયુસેના પોતાની સેવા પ્રદાન કરેલ. ત્યારબાદ તેઓ ફલાઇંગ લેફટનન, સ્કોડન લીડર અને હાલ તેઓ અંબાલામાં વિંગ કમાંડરના પદે કાર્યરત છે.

(4:10 pm IST)