Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

મહારાષ્ટ્રનાં હથનુર ડેમના 41 દરવાજા ખોલાયા : તાપી નદી કિનારાના ગામોમાં એલર્ટ

ડેમ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો

મહારાષ્ટ્રનાં જળગાંવ જિલ્લાનાં હથનૂર ડેમ ઓવરફ્લો થયો છે આજે બપોરે 3 કલાકે ટોટલ 41 દરવાજા ખોલાયા છે ડેમમાંથી પ્રતિ સેકંદ 4 હજાર 839 ક્યુસેક છોડવામાં આવતાં તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રનાં જળગાવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજયના તાપી, સુરત ગામના લોકોએ એલર્ટ પર રખાયા છે .

 

   હથનૂરના પાણલોટ વિસ્તારમાં આવેલાં ગોપાલખેડા, લોહારા, દેડતલાઈ, ટેક્સા ચિખલદરા અને બ-હાણપૂર આ વિસ્તારમાં 24 કલાકમાં 472 મિલીમીટર વરસાદ નોંધાયો છે. મહારાષ્ટ્રનાં તાપી અને પુર્ણા નદીમાં ઘોડાપુર આવ્યા છે ઉપરાંત ભારે વરસાદ પડતાં હથનૂર ડેમના 41 દરવાજા ખોલાયાછે

 . મહારાષ્ટ્ર વિદર્ભ વિસ્તારની પુર્ણા નદીને પુર આવતાં હથનૂર ડેમના પાણી વધી જતાં 41 દરવાજા ઓપન કરી દેવામાં આવ્યો છે. હથનૂર ડેમના અધિકારી કર્મચારીઓ ડેમ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

(6:50 pm IST)