Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સતત પાંચમા દિવસે પેટ્રોલમાં રાહતઃ ત્રણ દિવસ બાદ ડીઝલ પણ થયું સસ્તું

નવી દિલ્હી, તા.૨૯: સતત પાંચમા દિવસે પેટ્રોલના ભાવમાં રાહત મળી છે. ત્રણ દિવસ સુધી ભાવ સ્થિર રહ્યા બાદ આજે ડીઝલ પણ સસ્તુ થયું છે. પેટ્રોલ ૧૫ પૈસા અને ડીઝલ ૧૧ પૈસા સુધી સસ્તુ થયું છે. ગત પાંચ દિવસમાં પેટ્રોલ ૪૫ પૈસા સુધી સસ્તુ થયું છે. તમને જણાવી દઇએ કે ૧ જુલાઇના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૦.૪૪ રૂપિયા અને ડીઝલની કિંમત ૬૪.૨૭ રૂપિયા પ્રતિ લીટર હતી. પાંચ જુલાઇના રોજ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ પર એકસાઇઝ ડ્યૂટી અને સેસ લગાવવામાં આવ્યો હતો.

અઠવાડિયાના પહેલા દિવસે સોમવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત ૭૨.૯૯ રૂપિયા અને ડીઝલની કિંમત ૬૬.૦૭ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઇમાં એક લીટર પેટ્રોલ ૭૮.૬૧ રૂપિયા અને ડીઝલ ૬૯.૨૫, કલકત્ત્।ામાં પેટ્રોલ ૭૫.૬૩ રૂપિયા અને ડીઝલ ૬૮.૨૨ રૂપિયા, ચેન્નઇમાં પેટ્રોલ ૭૫.૮૦ રૂપિયા અને ડીઝલ ૬૯.૭૮ રૂપિયા છે.

(12:08 pm IST)