Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની જમાવટઃ કેશોદ-ભચાઉમાં દોઢ ઇંચ

ભેંસાણ, વંથલી, માણાવદર, વિસાવદર, પડધરી, ચોટીલા, જામનગર, તાલાલા, ખંભાળીયામાં અડધો ઇંચઃ ચોમાસાનો માહોલ જામ્યો

રાજકોટ તા. ર૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ બરાબરનો જામતો જાય છે અને ગત શનિવારથી વાતાવરણમાં પલ્ટા સાથે હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે.

 આજે સવારે પણ આવુ વાતાવરણ યથાવત છે અને વાદળ છાંયા વાતાવરણ સાથે વરસાદ પડી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જાય છે.

વરસાદના કારણે નદી, નાળા, ચેકડેમ, તળાવોમાં નવા નીર આવ્યા છેજયારે વાવણી બાદ વરસાદ વરસતા પાકને ફાયદો થયો છ.ે

આવા વાતાવરણ વચ્ચે જુનાગઢ જીલ્લાના કેશોદ અને કચ્છના ભચાઉમા દોઢ ઇંચ વરસાદ પડયો છે જયારે ભેંસાણ, વંથલી, માણાવદર, વિસાવદર, પડધરી, ચોટીલા, જામનગર, તાલાલા, ખંભાળીયામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ જામ્યો છે. અને હળવો ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

ટંકારા

ટંકારા : ટંકારા વિસ્તારમાં રવિવારથી વરસાદી માહોલ સર્જાયેલ છે. વરસાદ ગમે ત્યારે તુટી પડશે તેવું વાતાવરણ છે. પરંતુ મેઘરાજા મન મુકીને વરસતા નથી.

ટંકારામાં રવિવારે રાત્રીથી સોમવાર સવારે આઠ વાગ્યા સુધીમાં ફકત ૮ મી. મી. વરસાદ પડેલ છે.

મોસમનો કુલ વરસાદ ૧૩૪ મી. મી. નોંધાયેલ છે.

જામનગર

જામનગર : આજનું હવામાન ૩ર મહત્તમ, ર૬.૪ લઘુતમ ૮પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૮.૯ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કુવાડવા-ચોટીલા વચ્ચે અડધાથી એક ઇંચ વરસાદ

રાજકોટ તા. ર૯ :.. રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર પણ મેઘરાજા આજે સવારથી મહેરબાન થયા છે.

કુવાડવાથી વાંકાનેર ચોકડી, આપા ગીગાનો ઓટલો, ચોટીલા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો.

આ વિસ્તારમાં ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતા સર્વત્ર ઠંડક પ્રસારી ગઇ છે.

વરસાદી વાતાવરણ સર્જાતા વાહન વ્યવહારને ભારે તકલીફ પડી હતી. અને વાહનોમાં લાઇટો ચાલુ રાખવી પડી હતી.

રાજકોટ કન્ટ્રોલ રૂમમાં કુવાડવા આસપાસ એક ઇંચ અને ચોટીલા નજીક અડધો ઇંચ વરસાદ પડયો હતો.

આજે સવાર સુધીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં વરસેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

કચ્છ

ભચાઉ

૩૯ મી. મી.

ભુજ

ર મી. મી.

રાપર

૪ મી. મી.

જુનાગઢ

ભેંસાણ

૧૪ મી. મી.

જુનાગઢ

૪ મી. મી.

કેશોદ

૩૦ મી. મી.

માણાવદર

૧૦ મી. મી.

મેંદરડા

૮ મી. મી.

વંથલી

૧૯ મી. મી.

વિસાવદર

૧૬ મી. મી.

રાજકોટ

રાજકોટ

ર૩ મી. મી.

વિંછીયા

ર મી. મી.

જસદણ

૩ મી. મી.

પડધરી

૧૦ મી. મી.

સુરેન્દ્રનગર

ચોટીલા

૧પ મી. મી.

ચુડા

પ મી. મી.

પાટડી

ર મી. મી.

લીંબડી

૭ મી. મી.

સાયલા

૩ મી. મી.

જામનગર

જામનગર

૧૪ મી. મી.

કાલાવડ

૧ મી. મી.

લાલપુર

૩ મી. મી.

ધ્રોલ

૭ મી. મી.

જોડીયા

૧ મી. મી.

ગીર સોમનાથ

ઉના

૧ મી. મી.

તલાલા

૧ર મી. મી.

દેવભુમિ દ્વારકા

ખંભાળીયા

૧૧ મી. મી.

અમરેલી

ખાંભા

૩ મી. મી.

રાજૂલા

પ મી. મી.

સાવરકુંડલા

૬ મી. મી.

ધારી

૮ મી. મી.

બોટાદ

બોટાદ

૪ મી. મી.

ભાવનગર

ગારીયાધાર

ર મી. મી.

પાલીતાણા

ર મી. મી.

ભાવનગર

૧ મી. મી.

વલ્લભીપુર

૩ મી. મી.

મોરબી

મોરબી

ર મી. મી.

માળીયા મિંયાણા

ર મી. મી.

પોરબંદર

પોરબંદર

૩ મી. મી.

(11:57 am IST)