Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રાયગઢમાં મહેમાનગતી ભોગવવી પર્યટન મંત્રીને મોંઘી પડી ! : અતિ થ્ય નહીં માણવા કરેલ વિ નંતીઓ ફગાવતા આદિ ત્ય ઠાકરેને ભારે રોષનો સામનો કરવો પડયો

એન.સી.પી દ્વારા શિ વસેનાનાં હિ તોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્રયાની ફરિ યાદોને ઠાકરે પરિ વારે અવગણતા મુદો અસંતોષનું કારણ બન્યો

મુંબઈ તા.૨૯ : માર્ચ મહિ નામાં શિ વસેનાનાં પર્યટન મંત્રી આદિ ત્ય ઠાકરે રાયગઢમાં એન.સી.પી.નાં નેતા સુનીલ તટકરેને ત્યાં જમવા ગયા હતા. જેને લઈ તેને શિ વસેનાનાં અનેક નેતાઓએ આદિ ત્ય ઠાકારેને આતિ થ્ય નહિ ં માણાવા વિ નવણીઓ કરેલ હતી પરંતુ તેઓની વાતની અવગણનાં કરી આદિ ત્ય ધરાર તટકરેને ત્યાં ગયા હતા. તેમજ ઘેરા અસંતોષને કારણે કંટાળી છેવટે અહીંના શિ વસેનાનાં ત્રણ ધારાસભ્યો બળવાખોરો સાથે ભળી ગયા છે.

સુનીલ તટકરે તથા તેમના પુત્રી અને રાજ્ય સરકારના મંત્રી અદિતી સામે શિવસૈનિકોએ અનેક ફરિયાદો કરી હતી. તેમનું આતિથ્ય નહીં માણવા આદિત્યને વિનંતીઓ પણ કરાઈ હતી. પરંતુ તેમ છતાં પણ આદિત્યએ શિવસૈનિકોની અવગણના કરી હતી.

એનસીપી અને શિવસેના વચ્ચે યુતિ છતાં પણ ગ્રાઉન્ડ લેવલે બંને પક્ષના નેતાઓની આંખો વઢતી હતી રાયગઢમાં અદિતિ તટકરેને પાલક મંત્રી બનાવાયા હતા. શિવસેનાના ધારાસભ્યોની ફરિયાદ હતી કે તેમને વિકાસ કાર્યો માટે ભંડોળ મળતું નથી. રાયગઢના પાલક મંત્રી શિવસેનાના હોવા જોઈએ તેવી માગણી પણ થઈ હતી.

આદિત્ય ઠાકરે રાયગઢ આવ્યા ત્યારે ધારાસભ્યોએ તેમને તટકરે પિતા-પુત્રી કેવી રીતે શિવસેનાને નુકસાન પહોંચાડી રહ્યા છે અને સ્થાનિક ધારાસભ્યોની ઉપેક્ષા કરી રહ્યા છે તેની રજૂઆતો કરી હતી. કાર્યક્રમ બાદ ખબર પડી હતી કે આદિત્ય તટકરેના ઘરે જમવા જવાના છે. ત્યારે પણ સ્થાનિક નેતાઓએ તેમને રજૂઆત કરી હતી કે તેઓ આદિત્યના ઘરે જશે તો તેથી સ્થાનિક કાર્યકોરના મનોબળ પર માઠી અસર થશે. પરંતુ, આદિત્યએ તેમની એક વાત સાંભળી ન હતી અને ધરાર તટકરેને ત્યાં ગયા હતા.

એનસીપી દ્વારા શિવસેનાના હિતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યાની ફરિયાદોની ઠાકરે પરિવાર દ્વારા સતત અવગણનાનો મુદ્દો અહીં પણ ઘેરા અસંતોષનું કારણ બન્યો હતો. છેવટે અહીંના શિવસેનાના ત્રણેય ધારાસભ્યો બળવાખોરો સાથે ભળી ગયા છે.

(10:51 pm IST)