Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

''વિશ્વના સૌપ્રથમ યોગી શિવજી હતા'': અમેરિકાના હયુસ્ટનમાં ૨૧ જુન ૨૦૧૯ના રોજ ઉજવાઇ ગયેલા પાંચમાં આંતર રાષ્ટ્રિય યોગા દિન નિમિતે ''ડાન્સ ઓફ આદિ યોગી'' સાંસ્કૃતિક કાર્યક્રમનું નિદર્શન કરાવાયું: ભારતના કોન્સ્યુલેટ જનરલ આયોજીત પ્રોગ્રામમાં ૧૨૦૦ ઉપરાંત લોકો યોગામાં જોડાયા

હયુસ્ટનઃ અમેરિકામાં ઇન્ડિયન કોન્સ્યુલેટ ઓફ હયુસ્ટનના ઉપક્રમે ૨૧ જુન ૨૦૧૯ના રોજ ૫મો વાર્ષિક આંતર રાષ્ટ્રિય યોગા દિન ઉજવાઇ ગયો. જેમાં ૧૨૦૦ જેટલા લોકોએ હાજર રહી યોગા કર્યા હતા.

આ પ્રસંગે શરીર તથા મનને સ્વસ્થ રાખવા માટે યોગાની આવશ્યકતા વિષે પતંજલી યોગપીઠ ટ્રસ્ટના શ્રી શેખર અગ્રવાલએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. તથા અંજલિ સ્કુલના ૨ સ્ટુડન્ટસએ ડાન્સ યોગા પેશ કર્યા હતા. જેમાં વિશ્વના સૌપ્રથમ યોગી તરીકે શિવજીને દર્શાવાયા હતા.

કોન્સ્યુલ જનરલ ડો.અનુપમ રાયએ ટેકસાસમાં વિવિધ ૨૦૦ જેટલા સ્થળો ઉપર આ દિવસ આંતર રાષ્ટ્રિય યોગ દિવસ તરીકે ઉજવાઇ રહ્યો છે. જેમાં ૧૫ હજાર જેટલા લોકો જોડાય છે તેવી માહિતી આપી હતી.

યોગા દિવસને સફળતા પૂર્વક સંપન્ન કરાવવા માટે કોમ્યુનીટી લીડર શ્રી શરદ અમીન તથા જુદા જુદા ઓર્ગેનાઇઝેશન્શનો સહયોગ સાંપડયો હતો. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:50 pm IST)