Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

નીતા અંબાણી પાસે ર.૬ કરોડની હેન્ડ બેગઃ ૧૮ કેરેટ ગોલ્ડ અને ર૪૦ હીરા જડેલાં છે

બ્રિટિશ અભિનેત્રી જેન બર્કિનના નામ પર આ બેગનું નામ રખાયું છે

મુંબઇ તા. ર૯ : રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીની હેન્ડ બેગની તસ્વીરો સોશિયલ મીડીયા પર વાઇરલ થઇ રહી છે તેમની હર્મ્સ હિમાલયા બર્કિન બેગની કિંમત ર.૬ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે, તેમાં ર૪૦ હીરા જડેલા છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલી તસ્વીરમાં નીતા અંબાણી સાથે કરિશ્મા કપુર અને કરીના કપુર છે.

નીતા અંબાણી બર્કિન બેગ લઇને ઉભાં છે. આ તસ્વીર કરિશ્મા કપુરના ઇન્સ્ટાગ્રામ પર શેર કરાઇ છે બ્રિટિશ ઓકશન હાઉસ ક્રિસ્ટીજ ડોટકોમના જણાવ્યા મુજબ હર્મ્સ હિમાલય બર્કિન બેગ હેન્ડ બેગના કલેકશનમાં સૌથી સારૃં માનવામાં આવે છે. નીતા અંબાણીની બેગ પર ૧૮ કેરેટ ગોલ્ડ અને ર૪૦ હીરા જડેલાં છે. બાર્કિન બેગ તેની કિંમત માટે અને સેલિબ્રિટીઝ દ્વારા ખરીદવા માટે જાણીતી છે. તેનું નામ બ્રિટિશ અભિનેત્રી અને સિંગર જેન બર્કિનના નામ પર રાખેલું છે.

(4:12 pm IST)