Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

નોકરીયાત વર્ગને ઇન્કમટેક્ષના મામલે સરકાર દંડી રહી છેઃ દેવો પડે છે કન્સલટન્ટથી ત્રણ ગણો ટેક્ષ

કન્સલટન્ટ વિવિધ સ્વરૂપમાં ખર્ચ હેઠળ છુટ મેળવી લ્યે છે : નોકરીયાત વર્ગ બજેટમાં વધુ રાહત ઇચ્છે છેઃ સ્ટા.ડીડકશનની છુટની સીમા વધવી જોઇએ

નવી દિલ્હી તા. ર૯ : આયકર નિયમો અનુસાર સૌથી વધુ નોકરીયાત વર્ગ જ પિસાઇ રહ્યો છે. જયારે બીઝનેસમેન અને કન્સલ્ટન્ટ દર મહિને વિવિધ સ્વરૂપમાં ખર્ચ હેઠળ છુટ મેળવી લ્યે છે જયારે પગારદારનો માલિક તેના વેતનમાંથી ટીડીએસ કાપી લેતો હોય છે એક સ્ટડી મુજબ નોકરીયાત વર્ગને કન્સલટન્ટની સરખામણીમાંત્રણ ગણો વધુ ટેક્ષ આપવો પડે છે.

જો નોકરીયાત અને કન્સલ્ટન્ટની વાર્ષિક આવક ૩૦ લાખ હોય તો કન્સલ્ટન્ટ સીધે સીધા પ૦ ટકા એટલે કે ૧પ લાખની આવક કરમુકત થઇ જાય છે. જયારે નોકરીયાત વર્ગને પ્રો.ટેક્ષ અને સ્ટાન્ડર્ડ ડીડકશન સ્વરૂપે ક્રમશઃ ર૪૦૦ રૂપિયા અને ૪૦,૦૦૦ની છુટ મળે છ.ે આ સિવાય બંને વર્ગ કલમ ૮૦ સી અને ૮૦ ડી હેઠળ ક્રમશઃ ૧,પ૦,૦૦૦ અને રપ૦૦૦ની છુટ મેળવી લેતા હોય છે આ પછી નોકરીયાત વર્ગની ટેક્ષેબલ ઇન્કમ જયાં ર૭,૮ર,૬૦૦ થાય છે તો કન્સલ્ટન્ટે ૧૩,રપ,૦૦૦ રૂ.ની આવક પર જ ટેક્ષ દેવાનો હોય છે. આ રકમ પર નોકરીયાત વર્ગ જયાં ૬,૭૩,૧૭૧ નો ટેક્ષ આપેે છે. તો કન્સલ્ટન્ટે ર,૧૮,૪૦૦નો ટેક્ષ દેવાનો રહે છે. આ રીતે કન્સલ્ટન્ટની તુલનાએ નોકરીયાત વર્ગ તરફથી ચુકવાતો ટેક્ષ ર૦૦ ટકા વધુ હોય છે. આ સ્થિતિમાં નોકરીયાત વર્ગ બજેટમાં સ્ટા.ડીડકશનમાં વધુ છુટ ઇચ્છે છે.

(3:29 pm IST)