Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો

છેલ્લા સાત વર્ષોના રેકોર્ડ અનુસાર આતંકવાદીઓ જ નહી, વાતાવરણ પણ યાત્રાના રંગમાં ભંગ પાડે છેઃ બધું ભોળાનાથના ભરોસે

જમ્મુ તા.ર૯ : ગૂપ્તચર અધિકારીઓના અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાનો ભય હોવાના રીપોર્ટ પછી આ યાત્રા બધા માટે અગ્નિ પરીક્ષા સાબિત થવાની છે. તેમના અનુસાર, ઘણા આતંકવાદીઓ આ ટાર્ગેટ સાથે કાશ્મીરમાં અંદર ઘુસી ચુકયા છે. અને તેઓ યાત્રા માર્ગની આસપાસના વિસ્તારોમાં ગોઠવાઇ ગયા છે.

આ તો એમ પણ સ્પષ્ટ છે કે એક બાજુ કાશ્મીરમાં આતંકના પગ ઝડપભેર મજબુત થઇ રહ્યા છ.ે તો બીજી બાજુ યાત્રાની શરૂઆત થવાની સાથે જ હુરીયત કોન્ફરન્સ અને આતંકવાદી ગ્રુપો વચ્ચે મતભેદો ઉભા થયા છે. એટલે બધા પક્ષોને અમરનાથ યાત્રા અસુરક્ષિત લાગી રહી છે કેમ કે આતંકવાદીઓ અત્યારથી જ તેને નુકશાન પહોંચાડવાના પ્રયત્નોમાં લાગી ગયા છે. આવી આશંકાઓ સૈન્યના અધીકારીઓ પણ પ્રગટ કરવા લાગ્યા છે. કે અમરનાથ યાત્રાને હાદસાઓથી બચાવવી અઘરી પડશે.

સુરેશ ડુગ્ગરજનો અહેવાલ જણાવે છે.  કે અત્યાર સુધીનો અનુભવ એવો રહયો છે કે યાત્રામાં જોડાનાર લોકો કયારેય હુમલાઓ, નરસંહારો, બોમ્બધડાકાઓથી ડર્યા નથી. રેકોર્ડ એવું પણ દર્શાવે છે. કે યાત્રા દરમ્યાન આતંકવાદીઓ જ નહી કુદરત પણ યાત્રાના રંગમાં ભંગ પાડવામાં સામેલ હોય છે.

અધિકારીઓ અનુસાર, અમરનાથ યાત્રા ફરી એકવાર પ્રશાસન અને સુરક્ષા દળો માટે અગ્નિ પરિક્ષા સાબિત થશે આવું થવા પાછળ કેટલાય સ્પષ્ટ કારણો છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ રાજયમાં હાહાકાર મચાવવા માંગે છ.ે અને તે એવું કંઇક કરવાની કોશિષમાં છે જેનાથી ભારતનો ગુસ્સો સાતમાં આસમાએ પહોંચે અને તેની ધીરજનો બંધ તુટી જાય, અમરનાથ યાત્રાથી વધુ સારો મોકો તેને બીજો કોઇ ન મળી શકે.

આ વખતે રાજ્ય પ્રશાસનની સમસ્યાઓ વધારે વધવાની શંકા છે કેમ કે સરકારી તૌર પર આ વખતે ૮ લાખ લોકોને યાત્રાની પરવાનગી આપવાની વાત કહેવાઇ છે. દર વર્ષે આ આંકડો ૪ થી પ લાખનો રહેતો હોય છે.

અમરનાથ યાત્રા શરૂ થવામાં હવે ર૪ કલાક પણ નથી બચ્યા સુરક્ષા દળો કોઇ ખતરો ઉઠાવવા નહોતા ઇચ્છતા એટલે એક મહિના પહેલા જ બધી તૈયારીઓ શરૂ તો કરી દેવાઇ હતી પણ અત્યાર સુધી તે અધવચ્ચે જ છ.ે એક રહસ્યોદઘાટન અનુસાર, યાત્રા માર્ગના આસપાસના ઘણા વિસ્તારોની સાફ સફાઇ, તેમને બારૂદી સુરંગો અને આતંકવાદીઓથી મુકત કરાવવાનું અભિયાન હજીપણ અધવચ્ચે જ છે. ગુપ્તચર એજન્સીઓના રહસ્યોદઘાટન પછી સ્થિતી એવી છે કે યાત્રાળુઓની સુરક્ષા કેવી રીતે થશે તે કોઇ નથી જાણતું બધુ ભગવાન ભોળાનાથ પર છોડી દેવાયું છે.

(3:25 pm IST)