Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

યુપીમાં દેવામાફીનું વચન સાંભળીને નહીં ચૂકવી લોન : હવે 170 ખેડૂતોની સંપત્તિ હરાજી કરશે બેન્ક

બુંદેલખંડ ક્ષેત્રના ખેડૂતોએ સહકારી બેન્કથી લીધેલું દેવું:

ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં ચૂંટણી દરમિયાન દેવામાફીનું વચન મુશ્કેલીભર્યું બની રહ્યું છે. દેવામાફીના વચનને સાંભળી બુંદેલખંડ ક્ષેત્રના ખેડૂતોએ સહકારી બેન્કથી લીધેલું દેવું પાછું આપ્યું નહોતું. ખેડૂતોને આશા હતી કે ચૂંટણી વચન પર પાલન કરવામાં આવશે અને તેમનું દેવું માફ કરવામાં આવશે. 

હવે યોગી સરકારે ઉત્તરપ્રદેશની સહકારી ગ્રામીણ બેન્ક તરફથી આપવામાં આવેલ લોનની વાપસીને સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. યોગી સરકારે આ માટે અધિકારીઓની એક ટીમ પણ બનાવી છે. આ ટીમ હવે સહકારી બેન્ક દ્વારા ખેડૂતોને આપવામાં આવેલી દેવાની વાપસી સુનિશ્ચિત કરશે. આ માટે દેવું ન ચૂકવી શકતા ડિફોલ્ટર્સ ખેડૂતોની સંપત્તિ જપ્ત કરશે, એટલું જ નહીં પણ તેમની સંપત્તિની હરાજી પણ કરશે.

હરાજીની રાશિથી દેવુ ન ચૂકવી શકવાની સ્થિતિમાં ખેડૂતોની ધરપકડ કરવામાં આવી શકે છે. લગભગ 100 ખેડૂતોએ જૂન માસના અંત સુધીમાં 7 કરોડ રૂપિયાની રાશિ પરત કરવાની છે. અન્ય 70 ખેડૂતોને જૂલાઇના અંત સુધીમાં 4 કરોડ રૂપિયા ચૂકવવાના છે. ટેલીગ્રાફની રિપોર્ટ અનુસાર, બેન્કના સૂ્ત્રોનું કહેવું છે કે, બુંદેલખંડના ચિત્રકૂટ સંભાગમાં ચિત્રકૂટ, બાંદા, હમીરપુર અને મહોબા જિલ્લામાં 2341 ખેડૂતોની રાશિ 60.3 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે.

આ પહેલા ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવ્યું છે. વર્ષ 2017માં ભાજપે ખેડુતોને દેવામાફીનું વચન આપ્યું હતું

(1:38 pm IST)