Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

નવસારીમાં ધોધમાર વરસાદ : ગણદેવીના આઠ ગામોને એલર્ટ

અંબિકા નદી કાંઠાના ગામોને એલર્ટ જાહેર : નદી કાંઠે નહિ જવા સૂચના

નવસારી :ગુજરાતમાં ફરીથી સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

 દરમિયાન નવસારીમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ભારે વરસાદના કારણે તંત્રએ ગણદેવી તાલુકાના 8 ગામોને એલર્ટ કર્યા છે.અંબિકા નદીના કાંઠે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્રએ નદી કાંઠે ન જવા માટે સ્થાનિકોને પણ અપીલ કરી છે.

(12:41 pm IST)