Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સટાસટી : નવસારીમાં ૧૨ કલાકમાં અનરાધાર ૮ ઇંચ વરસાદ: જળ બંબોળ

સુરતમાં ૨ ઇંચ, ચોર્યાસીમાં ૩ ઇંચ, પલસાણામાં ૫.૫ ઇંચ બારડોલીમાં ૨ ઇંચ, વરસાદ

ગાંધીનગર: રાજ્યભરમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયુ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને વાપીમાં ગત રાતથી મેઘમહેર થઇ રહી છે. છેલ્લા ૧૨ કલાકમાં નવસારીમાં ૮ અનરાધાર ઇંચ વરસાદ નોધાયો છે.

  ગઇકાલ સાંજે ૬ વાગ્યાથી આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં સુરતમાં ૨ ઇંચ, ચોર્યાસીમાં ૩ ઇંચ, પલસાણામાં ૫.૫ ઇંચ બારડોલીમાં ૨ ઇંચ, માંગરોળમાં ૧ ઇંચ, કામરેજમાં ૨ ઇંચ, છોટાઉદાપુરમાં ૨.૫ ઇંચ, કપરાડા અને પારડીમાં ૧.૫ ઇંચ, વલસાડ અને વાપીમાં ૧૬ મીલીમીટર વરસાદ નોંધાયો છે.

(12:25 pm IST)