Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

કેન્દ્રીય કર્મચારીઓ આનંદો

મોદી સરકાર ન્યુનત્તમ વેતન વધારવા માંગે છેઃ ફિટમેંટ ફેકટરને ૩.૬૮ ટકા કરાશે

બજેટમાં જાહેરાત થવાની સંભાવના છે

નવી દિલ્હી, તા. ૨૯ :. કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પોતાના કર્મચારીઓના ન્યુનત્તમ વેતનમાં વધારો કરી શકે છે. મળતા અહેવાલો મુજબ સરકાર બજેટમાં ન્યુનત્તમ વેતન વૃદ્ધિની સાથે સાથે ફિટમેન્ટ ફેકટરમાં પણ વધારો કરી શકે છે.

કેન્દ્ર સરકારના ૫૦ લાખ કર્મચારીઓ ન્યુનત્તમ વેતન વૃદ્ધિની લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. તેમના માટે ફિટમેન્ટ ફેકટર સૌથી મહત્વનું છે. કર્મચારીઓની માંગણી છે કે, ન્યુનત્તમ વેતનમાં ૮૦૦૦ રૂપિયા જ્યારે ફિટમેન્ટ ફેકટરમાં ૩.૬૮ ગણો વધારો થવો જોઈએ.

મોદી સરકાર ન્યુનત્તમ વેતન વધારવા માંગે છે. સરકાર કર્મચારીઓને નારાજ કરવા નથી માંગતી.

(11:24 am IST)