Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

મોદીની લોકપ્રિયતા-કદ વધ્યું: ટ્રમ્પ પુતિન-આ બે સાથે બેસી લીધુ ડિનર

જાપાનના ઓસાકામાં ચાલી રહેલા જી-૨૦ સમ્મેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેની સાથે ત્રિપક્ષિય બેઠક કરી. તેમાં હિંદ-પ્રશાંત વિસ્તારમાં પહોંચ્યા, પાયાના વિકાસમાં સુધાર અને અન્ય મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવી. જી-૨૦ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આજુ-બાજુ દુનિયાની મહાશકિતઓ જોવા મળી રહી હતી. પીએમ મોદી જયારે જી-૨૦ સમિટ માટે બેઠા તો, તેમની બાજુમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે અને રશિયાના વ્લાદિમીર પૂતિન બેઠા હતા. અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ પીએમ મોદીની આસ પાસ જોવા મળી રહ્યા હતા. આ બધાને જોઈ એવું કહી શકાય કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વૈશ્વિક સ્તર પર ભારતનું માન વધાર્યું છે. લોકસભા ચૂંટણીમાં બીજી વખત અભૂતપૂર્વ જીત બાદ પીએમ મોદીનું કદ વધી ગયું છે. જી-૨૦ સમિટમાં લગભગ તમામ તાકાતવર દેશોના પ્રમુખોએ મોદીને શુભકામના પાઠવી. ત્યાં પીએમ મોદીને લઈ આતુરતા પણ જોવા મળી. પીએમની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી પણ લગાવી શકાય છે કે, આ સંમેલનમાં લગભગ તમામ દેશ તેમની સાથે દ્વીપક્ષિય બેઠક કરવા માંગે છે. તેના માટે કેટલાક લોકોએ પીએમ મોદીને અનુરોધ પણ કર્યો, પરંતુ વ્યસ્તતા વધારે હોવાના કારણે તે કેટલાક દેશોના આગ્રહને સ્વીકાર ન કરી શકયા. જોકે, આ દેશો સાથે પીએમ મોદી ઔપચારિક બેઠક કરી શકે છે.

(11:23 am IST)