Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

રોજીરોટી રળવા UAE ગયેલા ૩૦૦ જેટલા ભારતીય મજુરોની કફોડી હાલતઃ છેલ્લા ૩ માસથી પગાર નહી મળતા ભૂખે મરવાની નૌબતઃ ભારતના કોન્‍સ્‍યુલેટ જનરલની દરમિયાનગીરીથી મામલો થાળે પડવાની સંભાવના

દુબઇઃ UAE માં રોજીરોટી રળવા ગયેલા ૩૦૦ મજુરોને પગાર નહી મળતા કફોડી સ્‍થિતિમાં મુકાઇ ગયા છે. પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા આ મજુરો પૈકી મોટા ભાગના ભારતના છે. જેઓને છેલ્લા એકાદ વર્ષથી પગયાર મળવામાં ધાંધિયા શરૂ થઇ ગય હતા. હાલમાં તેઓને છેલ્લા ૩ માસથી પગાર મળ્‍યો નથી પરિણામે ભૂખ્‍યા રહેવાની નૌબત આવી પડી છે.

આ મજુરો પૈકી મોટા ભાગના વતન ભારત પરત આવતા  રહેવા માંગે છે પરુત઼ તેઓના વિઝાની મુદત પણ પુરી થઇ ગઇ છે. જે તેમના માલિક લંબાવી દેવાનો ઇન્‍કાર કરી રહ્યા છે.

મજુરોના આ પ્રશ્નને ધ્‍યાને લઇ ભારતની કોન્‍સ્‍યુલેટ કચેરીના અધિકારીએ કંપનીના સંચાલકોનો સંપર્ક કરતા તેઓ ટુંક સમયમાં પગાર ચુકવી આપશે તેમ જણાવ્‍યું હતુ તથા અમુકને એક માસનો પગાર મોકલી પણ આપ્‍યો હોવાનું જણાવ્‍યુ હતુ તેવી કોન્‍સ્‍યુલ જનરલ શ્રી વિપુલએ જણાવ્‍યું હતુ. તેમણે મિનીસ્‍ટ્રી સમક્ષ પણ આ બાબતે રજુઆત કરી છે. આ  દરમિયાન અબુ ધાબી સ્‍થિત ચેરીટી ઓર્ગેનાઇઝેશનએ આ મજુરો માટે ખોરાક તથા દવાની વ્‍યવસ્‍થા કરવાનું શરૂ કરી દીધુ છે તેવું સમાચાર સુત્રો દ્રારા જાણવા મળે છે.

(9:02 am IST)