Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ખરીફપાકના દોઢ ગણા ટેકાના ભાવ આપવા થશે એલાન ; વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો સાથે કરી વાતચીત

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોને મળ્યા હતા ખરીફપાકના દોઢ ગણા ટેકાના ભાવ આપવા એલાન કરવા તૈયારી થઇ રહી છે વડાપ્રધાને કહ્યું કે ખરીફ પાકો માટે ખર્ચના દોઢ ગણા લઘુતમ ભાવની આગામી સપ્તાહે જાહેરાત થશે શેરડી પીલાણ સીઝન માટે શેરડીના ભાવની પણ જાહેરાત પણ આગામી પંદર દિવસમાં કરાશે અને તેમાં પણ ગયા વર્ષ કરતા વધારો કરાશે 

  વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડ,પંજાબ,મહારાષ્ટ્રં અને કર્ણાટકથી આવેલા 140 ખડૂતોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળની આગામી બેઠકમાં ખરીફપાકના લઘુતમ ભાવને દોઢ ગણા કરવાની મંજૂરી અપાશે તેનાથી ખેડૂતોની આવકમાં બે ગણી કરવામાં મદદ મળશે

   છેલ્લા દસ દિવસમાં મોદીએ ખેડૂતો સાથે બીજીવાર બેઠક કરી છે ચૂંટણી વર્ષમાં કૃષિક્ષેત્રના સંકટને દૂર કરવા પ્રયાસ કરાઈ રહયો છે ને સુગર સેકટરને 8500 કરોડનું પેકેજ સહીત કેટલીક જાહેરાત કરી છે વડાપ્રધાને ખેડૂતોને  સરકાર દ્વારા શેરડીના ઉત્પાદકોને ચુકવણું કરવામાં સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય અંગે કહ્યું કે સરકાર દ્વારા નીતિગત ઉપાયોથી પાછલા સાત દિસવમાં જ ખેડૂતોને 4000 કરોડનું ચુકવણું કરાઈ ચૂક્યું છે

  વડાપ્રધાને લોકકલ્યાણ માર્ગ સ્થિત પોતાના નિવાસ સ્થાને ખેડૂતો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે રાજ્યસરકારોને શેરડીના બાકી ચુકવણું સુનિશ્ચિત કરવા કડક પગલાં ઉઠાવવા કહેવાયું છે મોદીએ ખેડૂતોને સમજદારીપૂર્વક પોષક્તત્વોનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો જેનાથી રાસાયણિક ખાતરના ઉપયોગ ઓછો કરીને 2020 સુધી 10 ટકા વધારાની આવક મેળવી શકાય 

 ખેડૂતોએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરીને ખાંડ પર આયાત ડ્યુટી 50 ટકાથી વધારીને 100 ટકા કરવા અને શેરડીના એફઆરપીમાં 5.50 રૂપિયા પ્રતિ કવીન્ટલથી ખેડૂતોના ખાતામાં સીધું ચુકવણી સહિતના કેન્દ્રના નિર્ણયના વખાણ કર્યા હતા 

(12:56 am IST)