Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સર્જિકલ સ્ટ્રાઈકના વીડિયો મારફત પોતાની નિષ્ફળતા છુપાવા માંગે છે મોદીઃ માયાવતી

સર્જિકલ સ્ટ્રાઈકની પ્રસંશા પણ મોદી રાજકીય મુદ્દો બનાવી રહી છે

લખનૌ :સર્જિકલ સ્ટ્રાઈકના વીડિયોને લઈને હવે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ કે, અમે સર્જિકલ સ્ટ્રાઈકની પ્રસંશા કરીએ છીએ, પરંતું ભાજપ સરકાર વીડિયો જાહેર કરીને તેને રાજકીય મુદ્દો બનાવી રહી છે. મોદી સરકાર સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો જારી કરીને જનતાથી પોતાની નિષ્ફળતા છૂપાવવા માંગે છે

(12:26 am IST)
  • ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ આજે પીસી મહાલનોબિસ જયંતીની 125મી વર્ષગાઠ અને સ્ટેટિસ્ટિક્સ ડેએ તેમના સન્માનના ભાગરૂપે રૂપિયા 125નો સિક્કો જાહેર કરશે. આ ઉપરાંત આજે રૂપિયા પાંચના પણ નવા સિક્કા જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, મહાલનોબિસ જયંતીને સ્ટેટિસ્ટિક્સ ડે તરીકે મનાવવામાં આવે છે. કારણ કે ભારતીય સ્ટેટિસ્ટિક્સ સંસ્થાની સ્થાપના મહાલનોબિસે 1931માં કરી હતી. access_time 1:39 pm IST

  • જગન્નાથની રથયાત્રા પુર્વે નરોડા કેનાલ નજીક હથિયારો સાથે ૨ની ઘરપકડ : અમદાવાદ રથયાત્રા પુર્વ નરોડા કેનાલ નજીકથી હથિયારો સાથે ૮ પૈકી ૨ લોકોની ઘડપકડઃ ક્રાઇમ બ્રાન્ચે ૬ પિસ્તલ, ૨ રીવોલ્વર, ૪ મેગેઝીન, ૧૦૧ કાર્ટિસ જપ્ત કર્યા access_time 4:08 pm IST

  • સરકાર સંસદમાં કોઈપણ વિષય પર વાતચીત કરવા તૈયાર :મોન્સૂન સત્રમાં સહયોગ માટે સંસદીય કાર્યમંત્રી વિજય ગોયલે લીધી મનમોહનસિંહની મુલાકાત :18મી જુલાઈથી શરુ થનાર ચોમાસુ સત્ર માટે વિજય ગોયલ મોટાભાગની વિપક્ષી પાર્ટીઓના નેતાઓને મળીને સંસદને સુચારુ રૂપે ચલાવવા માટે અપીલ કરશે access_time 1:06 am IST