Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

દિલ્હી હાઇકોર્ટે મેટ્રો કર્મચારીઓની હડતાળને લગાવી બ્રેક :છઠી જુલાઈએ સુનાવણી

 

દિલ્હી હાઇકોર્ટે મેટ્રો કર્મચારીઓની હડતાલ પર રોક લગાવી દીધી છે ડીએમઆરસીના નોન-એક્ઝિક્યુટિવ કર્મચારીઓ અને દિલ્હીના લેબર કમિશનરની વચ્ચે વિવિધ માગને લઈ સહમતિ થઈ હતી, જેના કારણે નારાજ કર્મચારીઓએ હડતાળ પર જવાની જાહેરાત કરી દીધી છે. જોકે, તેમની હડતાલની જાહેરાત પર એચસીએ પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટમાં મામલે બીજી સુનવણી 06 જૂલાઈએ થશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રોમાં લગભગ 12,000 કર્મચારી છે, જેમાંથી 9,000 જેટલા નોન-એક્ઝિક્યુટિવ કર્મચારીઓ છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના કેટલાક નોન-એક્ઝિક્યુટિવ કર્મચારીઓ 19 જૂનથી યમુના બેંક અને શાહદરા સ્ટેશન સહિત કેટલાંક સ્ટેશનો પર તેમની આઠ સૂત્રી માગણીઓના સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યા છે.

(11:15 pm IST)