Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

૫ અને સવાસોનો સિકકો વેકૈયાજીના હસ્તે લોન્ચ થયો

દેશના ચલણમાં આ સૌથી મોટો સિકકોઃ આજે જ લોન્ચીંગ પાછળનું કારણ શું?

નવી દિલ્હીઃ ૧૨૫ રૂપિયાના સિકકાએ ભારતીય બજારમાં  પ્રવેશ કર્યો છે. આ પહેલા તેની તસ્વીર જાહેર થઇ ચુકી છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુએ  આજે શુક્રવારે પી.સી. મહાલનોબિસની ૧૨૫મી જયંતિના પ્રસંગે તેમના સન્માનમાં રૂપિયા ૧૨૫નો સિકકો તેમજ ૫ રૂપિયાનો નવો સિકકો લોન્ચ કર્યો છે.    અત્રે ઉલ્લેખનીય છે. ૧૨૫ રૂપિયાનો સિકકો અત્યાર સુધીનો સૌથી મોટો સિકકો હશે, જે ભારતીય બજારોમાં જોવા મળશે.

 આજે જ આ સિકકાઓનુ લોન્ચીંગ રાખવા પાછળનું એક મુખ્ય કારણ છે. ભારતમાં આંકડાકીય સંસ્થાનની સ્થાપના કરનાર આંકડાશાસ્ત્રી પ્રશાંતચંદ્ર મહાલનોબિસનો જન્મ ૨૯ જુન ૧૮૮૯માં થયો હતો. મહાલનોબિસે પ્રભાથનાથ બેનર્જી, નિખિલ રંજન સેન અને સર આર એન મુખર્જી સાથે મળીને ભારતીય આંકડાકીય સંસ્થાનો પાયો ૧૯૩૧માં નાખ્યો હતો.

(4:36 pm IST)