Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

J&K : શોપિયામાં સેના પર ગ્રેનેડથી આતંકી હુમલો

કુપવાડામાં મુઠભેડમાં એક આતંકી ઠાર : સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગર તા. ૨૯ : જમ્‍મુ કાશ્‍મીરમાં ફરી એક વખત સુરક્ષા જવાનો અને આંતકીઓ વચ્‍ચે મુઠભેડ શરૂ થઈ છે. ઘાટીમાં એક તરફ જયાં અમરનાથ યાત્રા ચાલું થઈ છે ત્‍યારે શોપિયાં જિલ્લામાં આતંકીઓએ સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર શુક્રવારે સવારે ગ્રેનેડથી હુમલો કર્યો છે. જેમાં એક જવાન ઈજાગ્રસ્‍ત થયો હોવાની વાત સામે આવી રહી છે. જયારે કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્‍ચે હજી મુઠભેડ ચાલું છે. એક અહેવાલ મુજબ અહીંના જંગલોમાં સેના દ્વારા એક આતંકીને ઠાર કરવામાં આવ્‍યો છે અને હજી પણ ત્‍યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યો છે.

શોપિયાના અહગામમાં સેનાની એક પેટ્રોલિંગ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્‍યો હતો. ઓપરેશન લગભગ ૫.૩૦ વાગ્‍યાથી ચાલી રહ્યું છે. આ ઉપરાંત આતંકીઓએ શોપિયાંમાં સેનાની ટુકડી પર ગ્રેનેડ ફેંક્‍યા હતા જેમાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે. જે બાદથી શોપિયાંમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

બીજી તરફ અમરનાથ યાત્રાને કારણે જમ્‍મુ કાશ્‍મીરમાં સુરક્ષા એજન્‍સીઓ સંપૂર્ણ પણે સજ્જ છે. ગુપ્તચર વિભાગની સુચનામાં કહેવાયું છે કે પાકિસ્‍તાનનું આતંકી ગ્રુપ લશ્‍કર-એ-તૈયબા પવિત્ર ગુફા તરફ જતાં રસ્‍તામાં પડતા પિસ્‍સૂ ટોપ અને શેશાંગ પર હુમલો કરી શકે છે. સુરક્ષાને જોતાં એજન્‍સીઓએ અનેક પ્રકારની તૈયારીઓ કરી છે, કે જેથી કોઈપણ પરીસ્‍થિતિઓનો સામનો કરી શકાય.

જમ્‍મુ કાશ્‍મીરમાં આતંકવાદની સમસ્‍યાનો સામનો કરવા માટે સુરક્ષા એજન્‍સીઓએ ત્રણ મુદ્દે કામ કરી રહ્યાં છે. એક તરફ ઓપરેશન ઓલ આઉટની મદદ આતંકીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે. NIA અને ED મોટાં સ્‍તરે સરહદ પાર આવતાં આર્થિક સ્ત્રોત અને આતંકના વેપારીઓને દબોચી રહ્યાં છે. આ કડીમાં જ હુર્રિયત નેતાઓ પર ગાળિયો કસાયો છે.

ત્રીજું પગલું છે રાજયપાય શાસન દરમિયાન સામાજિક પક્ષના તમામ વર્ગો સાથે વાત કરવા માટે ઈન્‍ટરલોક્‍યૂટર કામ કરતા રહેશે.

(12:45 pm IST)