Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ટ્રેનોમા વગર ટિકિટ પકડાયા તો ૧૦૦૦ રૂપિયાનો દંડ?

નવીદિલ્‍હી, તા.૨૯: ટ્રેનોમાં ટિકિટ વગર પ્રવાસ કરવાની બદીને નાથવા માટે વેસ્‍ટર્ન રેલવેએ દંડની રકમ ૨૫૦ રૂપિયાથી વધારીને ૧૦૦૦ રૂપિયા કરવાની દરખાસ્‍ત રેલવે બોર્ડના ચેરમેન અશ્વની લોહાની સમક્ષ રજૂ કરી છે. અશ્વની લોહાનીની તાજેતરની મુંબઇની મુલાકત દરમ્‍યાન આ દરખાસ્‍ત રજૂ કરવામાં આવી હતી. વેસ્‍ટર્ન રેલવેની આ દરખાસ્‍ત મંજૂર થતાં ટિકિટચેકરોને પ્રવાસી પાસેથી દંડ વસૂલ કરીને રસીદ આપવા માટે હેન્‍ડહેલ્‍ડ ડિવાઇસ આપવામાં આવશે. લોકો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વડે પણ દંડ ચૂકવી શકશે. ટિકિટચેકરોને પાટા ઓળંગતા લોકો સામે કાર્યવાહી કરવાની સત્તા આપવાની માંગણી પણ રેલવે બોર્ડ સમક્ષ કરવામાં આવી છે.

વેસ્‍ટર્ન રેલવેના રેકોર્ડ પ્રમાણે આ વર્ષના એપ્રિલ મહિના દરમ્‍યાન ૩.૯૪ લાખ પ્રવાસીઓ ટિકિટ વગર પ્રવાસ કરતા પકડાયા હતા. તેમની પાસેથી દંડરૂપે ૧૫.૩૪ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્‍યા હતા.

(11:36 am IST)