Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

બે દિવસમાં નૈઋત્‍યનું ચોમાસુ સમગ્ર દેશને આવરી લેશે

દિલ્‍હી અને વાયવ્‍ય ભારતના બીજા વિસ્‍તારોમાં ચોમાસુ પહોંચી ગયું છે : આ વર્ષે વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના કારણે એવું બન્‍યું છે કે ઉત્તરપૂર્વિય ભારતમાં ઘણો બધો વરસાદ થયો છે

નવી દિલ્‍હી તા. ૨૮ : આગામી બે દિવસમાં નૈઋત્‍યનું ચોમાસું સમગ્ર દેશને આવરી લેશે જે સામાન્‍ય કરતા લગભગ એક પખવાડીયું વહેલું હશે. ગુરૂવારે દિલ્‍હી અને વાયવ્‍ય ભારતના બીજા વિસ્‍તારોમાં ચોમાસું પહોંચી ગયું છે.

ભારતીય હવામાન ખાતા (આઈએમડી)માં લોંગ રેન્‍જ ફોરકાસ્‍ટ માટેના ડિરેક્‍ટર ડી એસ પાઇએ જણાવ્‍યું હતું કે, ‘સામાન્‍ય રીતે મોટાભાગનો દેશ પહેલી જુલાઈ સુધીમાં આવરી લેવાય છે અને ફક્‍ત ઉત્તર પヘમિનો મોટાભાગનો હિસ્‍સો ૧૫ દિવસ લે છે. આ વર્ષે વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના કારણે એવું બન્‍યું છે કે ઉત્તરપૂર્વિય ભારતમાં ઘણો બધો વરસાદ થયો છે, જેણે ચોમાસાને ઝડપથી આગળ વધવામાં મદદ કરી છે.'

વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ એક એવી વેધર સિસ્‍ટમ છે જે દેશના ઉત્તરીય ભાગમાં વરસાદ સાથે સંકળાયેલી છે. પાઇએ ઉમેર્યું હતું કે હાલમાં ફક્‍ત ગુજરાત તથા રાજસ્‍થાનના કેટલાક ભાગો જ ચોમાસા હેઠળ આવવામાં બાકી રહ્યા છે અને આગામી બે દિવસમાં ત્‍યાં પણ વરસાદ થવાની અપેક્ષા રાખવામાં આવે છે.

પાછલા કેટલાક દિવસો દરમિયાન ભારે વરસાદને પગલે હવામાન ખાતાની કચેરીએ ગુરુવારે જાહેર કર્યું હતું કે ઉત્તરપヘમિ ભારતમાં ચોમાસું બેસી ગયું છે. ગુરૂવારે આ વિસ્‍તારોમાં પડેલો વરસાદ સામાન્‍યની સરખામણીએ અઢી ગણો વધારે હતો.

હવામાન ખાતાની કચેરીના વરિષ્ઠ અધિકારીઓના ખુલાસા અનુસાર ઉત્તરીય પ્રદેશોમાં વરસાદ, વાદળછાયું વાતાવરણ તથા મજબૂત પૂર્વિય પવનો આ પ્રદેશમાં ચોમાસું બેસી ગયું હોવાનું જાહેર કરવા માટેના માપદંડોની રચના કરે છે. તેમણે જણાવ્‍યું હતું કે આના માટે એ ફરજિયાત નથી કે ભારે વરસાદ જ થવો જોઈએ, જેવું ઘણા લોકો ધારણા રાખે છે.

પહેલી જૂનથી અત્‍યાર સુધીમાં નોંધાયેલો વરસાદ સામાન્‍ય કરતાં છ ટકા નીચો જળવાયો હતો તથા ચોમાસાનો પ્રથમ મહિનો કદાચ સામાન્‍ય વરસાદની રેન્‍જ સાથે બંધ થઈ શકે કેમ કે હાલમાં જે ઘટાડો જણાય છે તે કદાચ આગામી બે દિવસમાં ઘટી શકે.

આઈએમડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું કે, જૂનના અંતે સામાન્‍યથી લઈને માઈનસ પાંચ ટકા જેવી સંભાવના છે જેને સામાન્‍ય ગણવામાં આવે છે. સામાન્‍ય અને સામાન્‍ય કરતાં નીચા વરસાદ વચ્‍ચે આશરે ૧૨-૧૩ ટકાનો તફાવત હોવો જોઈએ.

આ મહિનાના ત્રીજા સપ્તાહ દરમિયાન ઉત્તરપヘમિ ચોમાસાની આગેકૂચ અટકેલી જોવાઈ હતી તથા તે પાછલા રવિવારે પુનઃજીવંત થઈ હતી. સમગ્રતયા જોઈએ તો ચોમાસાએ પુનઃ ગતિ પકડી તે પછી વરસાદમાં સુધારો નોંધાયો છે તથા હવામાન કચેરી અપેક્ષા રાખે છે કે આગામી બે સપ્તાહમાં સામાન્‍યથી લઈને સામાન્‍ય કરતાં વધારે વરસાદ નોંધાશે.

પાઇએ જણાવ્‍યું હતું કે, આગામી બે કે ત્રણ દિવસમાં પヘમિ કિનારો, ઉત્તર પヘમિ તથા મધ્‍ય ભારતમાં ભારે વરસાદની અપેક્ષા રાખવામાં આવે છે.

(11:11 am IST)
  • અરવલ્લીના મોડાસામાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો :ભારે વરસાદથી વાહન ચાલકોને મુશ્કેલી :પંથકમાં વરસાદના આગમન સાથે વીજળી ગુલ :નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી access_time 10:36 pm IST

  • ઓમાનના કુરિયાતમાં 24 કલાક સુધી ૪૨.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન :હવામાન વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ સૌથી ગરમ લઘુતમ તાપમાન છે, જે આ પહેલાં ક્યારેય નોંધાયું ન હતું:કુરિયાતના નામે દેશમાં સૌથી ગરમ દિવસનો વિક્રમ નોંધાયેલો છે.: ગયા મે ૨૦૧૭માં કુરિયાતમાં તાપમાન ૫૦.૮ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી પહોંચી ગયું હતું access_time 1:19 am IST

  • આદિપુર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ અને મહિલા કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપયા:મહિલા પોલિસ સ્ટેશનના PSI કે.આર.વાધેલા અને એક કોન્સ્ટેબલ 3000 ની લાંચ લેતા પાટણ ACB એ ઝડપ્યા access_time 10:38 pm IST