Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સૈનિકો હવે કોઇપણ કેન્‍ટીનમાંથી ખરીદી કરી શકશે

પહેલા એનઓસીની જરૂર પડતી હવે સ્‍માર્ટકાર્ડથી ફાયદો થશે : ટેમ્‍પરરી ડયુટી પર હોય કે રજા પર, કેન્‍ટીન સામાન આપવાની ના નહી પાડી શકે

નવી દિલ્‍હી તા. ૨૯: હવે સૈનિકો દેશભરમાં સેનાની કોઇ પણ કેન્‍ટીન માંથી સામાન અને દારૂ ખરીદી શકશે. અત્‍યાર સુધી તેઓ જયાંથી તેમને સ્‍માર્ટકાર્ડ અપાયું હોય તે કેન્‍ટીનમાંથી જ સામાન લઇ શકતા હતા. જો તેમને બીજી કોઇ કેન્‍ટીનમાંથી સમાન લેવો હોય તો પોતાની યુનિટ કેન્‍ટીનમાંથી એનઓસી લેવું પડતું હતું. પરંતુ હવે સેનાએ આ સીસ્‍ટમ રદ કરી છે.

હાલમાં બહાર પડાયેલ એક આદેશ અનુસાર કોઇપણ સૈનિકને, પછી તે ટેમ્‍પરરી ડયુટી પર હોય કે રજા પર હોય, કોઇપણ યુઆરસી સામાન કે દારૂ આપવાની ના નહીં કહે. સ્‍માર્ટકાર્ડ આખા દેશમાં ચાલશે.

જોકે એકસ સર્વિસમેન માટે સ્‍ટેશન હેડકવાર્ટરનક્કી કરશે કે તેમને કઇ કેન્‍ટીનમાંથી સામાન આપવો. દારૂનો એડવાન્‍સ કવોટા આપવો કે નહીં તે યુઆરસી સ્‍ટોક ઉપરથી નક્કી કરશે. વડીલો અને મહિલાઓ માટે અલગ બીલીંગ કાઉન્‍ટર બનાવવાનું પણ કહેવાયું છે. કેન્‍ટીનમાં અન ઓથોરાઇઝડ લોકો ન જાય તે માટે સ્‍માર્ટ કાર્ડ હોલ્‍ડરના જમણા હાથની પહેલી આંગળીની છાપ સ્‍માર્ટ કાર્ડમાં હશે તે મેચ થયા પછીજ કોઇને પણ કેન્‍ટીનમાં પ્રવેશ મળશે.

(10:07 am IST)