Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

વાતો-વાતોમાં હિન્‍ટ આપી પસંદગીની યોગ્‍ય જગ્‍યા પર પ્રપોઝ કરવાથી દોસ્‍તી પ્રેમમાં બદલી શકાય

આઇ લવ યુ ન કહી શકતા યુવાનો પ્રેમથી ગીફટની સાથે લવ લેટર લખી આપી શકે

નવી દિલ્‍હીઃ બેસ્ટ ફ્રેન્ડને પ્રેમ થવો ઘણું કોમન હોય છે. પરંતુ કેટલાંક લોકો દોસ્તી તૂટવાના ડરથી તમે દોસ્તની સામે દિલની વાત કહી શકતા નથી. એવામાં દોસ્તને પ્રપોઝ કરવા માટે તમે કેટલાક ઉપાય અજમાવી શકો છો. તેનાથી તમે દોસ્તની હા પણ સાંભળી શકો છો. આવો જાણીએ દોસ્તને પ્રેમનો ઈઝહાર કરવાના ઉપાય.રિલેશનશિપને સારી બનાવવા માટે પ્રેમની સાથે સાથે દોસ્તી હોવી પણ જરૂરી છે. એવામાં કેટલાંક કપલ્સ પ્રેમ થયા પછી દોસ્ત બની જાય છે તો અનેક લોકો દોસ્તને જ પ્રેમ કરવા લાગે છે.  જો તમે પણ પોતાના દોસ્તને પ્રેમ કરવા લાગો છો તો 5 સરળ ઉપાયથી પ્રેમનો ઈઝહાર તમને એકદમ પોઝિટિવ રિઝલ્ટ પણ મેળવી શકો છો.

1. પસંદગીની જગ્યા પર પ્રપોઝ કરો:

નજીકની ખાસ વ્યક્તિને પ્રેમનો ઈઝહાર કરવા માટે તમે પસંદગીની જગ્યા પસંદ કરી શકો છો. એવામાં ફ્રેન્ડને તેમની ફેવરિટ ડેસ્ટિનેશન પર લઈ જઈને સરપ્રાઈઝ આપો અને પછી તેને સીધું પોતાના દિલની વાત કહી દો. સાથે જ તેને પોતાના પ્રેમનું કારણ પણ જણાવો. તેનાથી તમારી નજીકની વ્યક્તિ તરત હા કરી દેશે.

2. લવ લેટર ટ્રાય કરો:

ઈન્ટરનેટના જમાનામાં લવ લેટર લખવાનો ટ્રેન્ડ ઘણું જૂનું થઈ ગયું છે. પરંતુ પ્રેમનો ઈઝહાર કરવાનો આ સૌથી બેસ્ટ ઉપાય છે. એવામાં જો તમે દોસ્તની સામે આઈ લવ યુ કહી શકતા નથી. તો તમે તેને પ્રેમથી ગિફ્ટની સાથે લવ લેટર લખીને મોકલી શકો છો.

3. વાતો-વાતોમાં હિન્ટ આપો:

દોસ્તને ડાયરેક્ટ પ્રેમનો ઈઝહાર કરવાની જગ્યાએ તેને પહેલાં થોડી હિંટ આપી શકો છો. તેના માટે તમે દોસ્તની સાથે ફ્લર્ટ કરવા અને તેમની એકસ્ટ્રા કેર કરવા જેવી ટિપ્સ ફોલો કરી શકો છો. એવામાં જો દોસ્તને તમારે વર્તનમાં થયેલો ફેરફાર પસંદ આવે તો સમજી લેજો કે તેમની પણ હા જ છે.

(5:57 pm IST)