Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

એફસીઆઈના કલાર્કને ત્યાં દરોડામાં ૨.૬૬ કરોડ મળ્યા

સીબીઆઈના દરોડામાં ભ્રષ્ટાચારી કલાર્ક સપડાયો : આઠ કિલો સોના-ચાંદી મળ્યા : સીબીઆઈને તેની પાસેથી એક ડાયરી પણ મળી જેમાં મોટા અધિકારીઓના નામ

ભોપાલ, તા. ૨૯ : સીબીઆઈ દ્વારા ભોપાલમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના એક ક્લાર્કને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો.તેની પાસેથી મળેલી મત્તા જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

ક્લાર્ક બાબૂ કિશોર મીણાના ઘરમાંથી .૬૬ કરોડ રુપિયા રોકડા, નોટો ગણવાનું મશિન અને આઠ કિલો સોનુ ચાંદી મળી આવ્યા હતા.સીબીઆઈને તેની પાસેથી એક ડાયરી પણ મળી છે. જેમાં સંખ્યાબંધ મોટા અધિકારીઓના નામ છે. જેમની મદદથી એફસીઆઈમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો. બાબૂ કિશોર મીણા એક સમયે એફસીઆઈમાં ચોકીદાર હતો અને અધિકારીઓની મહેરબાનીથી તે ક્લાર્ક બની ગયો હતો. પછી મોટા અધિકારીઓ સાથે હાથ મિલાવીને કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર શરુ કર્યો હતો.

ભ્રષ્ટાચારનો પર્દાફાશ રીતે થયો હતો કે, દિલ્હીની સિક્યુરિટી કંપની પાસે ભોપાલની કચેરીનો સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ હતો.બિલ પબાસ કરવા માટે કંપની પાસે ભોપાલના અધિકારીઓ ૧૦ ટકા લાંચ માંગી રહ્યા હતા.જેની ફરિયાદ સિક્યોરિટી કંપનીએ સીબીઆઈને કરી હતી.સીબીઆઈ દ્વારા એફસીઆઈના મેનેજર અને એકાઉન્ટન્ટને એક લાખની લાંચ માંગતા રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા.

બંને જણાએ ડિવિઝન મેનેજરનુ નામ આપ્યુ હતુ.લાંચની રકમનુ પગેરુ આખરે બાબૂ કિશોર મીણાના ઘર સુધી પહોંચ્યુ હતુ.જ્યાં તપાસ કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.મીણા પાસેથી .૬૬ કરોડ રોકડા પણ મળ્યા હતા. સિવાય પણ સંખ્યાબંધ બીજા દસ્તાવેજો મળ્યા છે.કિશોરના એકાઉન્ટમાં પણ એક કરોડથી વધારે રકમ હોવાનું બહાર આવ્યુ છે. એફસીઆઈના અધિકારીઓનો કિશોર મીણા વિશ્વાસુ છે અને અધિકારીઓ લાંચની રકમ તેની ઘરે રાખતા હતા.

(7:20 pm IST)