Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કર્ણાટકમાં યેદિયુરપ્પાની કાર્યપ્રણાલીથી ભાજપના ૧૦ થી વધુ ધારાસભ્યો નારાજઃ હાઈકમાન્ડમાં ફરિયાદ કરશે

બેંગલુરૃઃ કર્ણાટકમાં  સત્તારૂઢ ભાજપના ૧૦થી વધુ ધારાસભ્યો મુખ્યમંત્રી યેદિયુરપ્પાથી નારાજ હોવાની વાત સામે આવી છે. આ ધારાસભ્યોએ મુલાકાત કરી મુખ્યમંત્રી વિરૂધ્ધ યેદિયુરપ્પાની ફરિયાદ કરવાનું નકકી કર્યુ છે.

ધારાસભ્યોનો આરોપ છે કે કોરોના સંકટ વચ્ચે મુખ્યમંત્રી ધારાસભ્યો સાથે વાતચીત નથી કરતા. વિધાનસભામાં પણ કોરોના સંકટ ઉપર યેદિ ધ્યાન ન દેતા હોવાનો પણ આરોપ લગાડયો છે. ધારાસભ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ, ગૃહમંત્રી અમિતભાઈ અને પાર્ટી અધ્યક્ષ નડ્ડાજીને આ અંગે ફરિયાદ કરી શકે છે. ધારાસભ્યોએ તેમના મત વિસ્તારોમાં વધી રહેલ કોરોના સંકટ ઉપર પણ મુખ્યમંત્રી ધ્યાન ન દેતા હોવાનું જણાવેલ. છેલ્લા ત્રણ મહિનાથી યેદિયુરપ્પાએ ધારાસભ્યો સાથે મુલાકાત તો દુર ફોન ઉપર પણ વાત ન કરી હોવાનું નારાજ ધારાસભ્યોએ જણાવેલ.

ઉપરાંત સરકારની કાર્યપ્રણાલી પણ કેટલાક ધારાસભ્યો મુજબ ખુબ જ ખરાબ છે, જેના કારણે ધારાસભ્યોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા ભાગે નારાજ ધારાસભ્યો ઉતરી કર્ણાટકના છે. આ તમામ ધારાસભ્યોએ ગઈકાલે મોડી રાત્રે મળ્યા હતા.

(4:04 pm IST)