Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

પુલવામામાં વિસ્ફોટક ભરેલ સેન્ટ્રો કારના માલીક તરીકે હીઝબુલ આતંકી હિદાયતુલ્લાહની ઓળખ

પુલવામાઃ જમ્મુ- કાશ્મીરના પુલવામામાં એકસપ્લોઝરોથી લદાયેલ સેન્ટ્રોકાર ઉડાવી સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. સેન્ટ્રો કારના માલીકની ઓળખ થઈ છે. આ કાર હિદાયતુલ્લાહ નામના વ્યકિતની છે, જે શોપીયાનો રહેવાસી છે. હિદાયતુલ્લાહ ૨૦૧૯થી હિઝબુબ મુઝાહીદીનનો સક્રીય આતંકી છે.

આતંકીઓએ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ની  જેમ બીજીવાર ષડયંત્ર રચેલ જેને સુરક્ષા એજન્સીઓએ અસફળ બનાવ્યુ હતુ. પુલવામા પોલીસને માહિતી મળેલ કે આતંકીઓ પુલાવામા જેવા આતંકી હુમલાનું ષડયંત્ર બનાવે છે. તેવામાં રાત્રે ૧૧ વાગ્યા આસપાસ આયનગુંડમાં સફેદ રંગની સેન્ટ્રો કાર જોવા મળેલ. કારમાં સ્કૂટરની નંબર પ્લેટ હતી. સુરક્ષાદળોએ કારને રોકવાની કોશીશ કરી હતી પણ કારમાં બેઠેલા આતંકીઓએ યુ-ટર્ન લઈ કાર ભગાવી મુકેલ. થોડે આગળ જઈ આતંકીઓ કાર છોડી નાસી ગયેલ. કારમાં શોધખોળ કરતા અંદર એક ડ્રમમાં ૪૦ થી ૪૫ કિલો વિસ્ફોટકો ભરેલા હતા.

ઘટના સ્થળે પહોંચેલ બોંબ ડીસ્પોઝેબલ સ્કોવોડે આસપાસના ગામ ખાલી કરાવી કારને બ્લાસ્ટ કરેલ અને મોટા ષડયંત્રને નાકામ બનાવેલ.

(3:11 pm IST)