Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ચીન સાથે સરહદ વિવાદ મુદ્દે મોદીનો મૂડ ઠીક નથી ! : ટ્રમ્પનો માત્ર અંદાજ હોય શકે

ચોથી એપ્રિલ બાદ બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ. : સરકારી સૂત્ર

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે સરહદ મામલે સર્જાયેલા વિવાદને લીધે તણાવ વધ્યો છે અને આ મામલે મધ્યસ્થી કરાવવાની તૈયારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે, પરંતુ તેમના નિવેદન બાદ વિમાસણ ઊભી થઈ છે.

એએનઆઈ ટ્વીટમાં લખે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "હું તમારા વડા પ્રધાનને પસંદ કરું છું, તેઓ સજ્જન છે."

ભારત અને ચીનની વચ્ચે તણાવની સ્થિતિ છે. બંને દેશોની એક અબજ 40 કરોડની વસતી છે. બંને દેશોની સેના પણ મજબૂત છે."

"ભારત ખુશ નથી અને કદાચ ચીન પણ ખુશ નથી. વડા પ્રધાન મોદી ર સાથે મારે વાત થઈ હતી અને ચીન મામલે જે કંઈ પણ થઈ રહ્યું છે એ અંગે તેમનો મૂડ ઠીક નથી."

ગુરુવારે ઓવલ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત કરી હતી અને એક ભારતીય પત્રકારે પૂછેલા પ્રશ્નમાં જવાબ આપતાં આ અંગે વાત કરી હતી.

ન્યૂઝ એજન્સી પી.ટી.આઈના અહેવાલ બાદ વિમાસણ ઊભી થઈ છે. સરકારી સૂત્રોને ટાંકતા એજન્સી લખે છે:"છેલ્લે ચોથી એપ્રિલે ટ્રમ્પ તથા મોદીની વચ્ચે વાતચીત થઈ હતી. તે પછી બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ."

"તે સમયે બંને નેતાઓએ હાઇડ્રોક્સિનક્લોરોક્વિન (કોરોનાની સારવાર માટે વપરાતી દવા, જેનો ઉપયોગ હાલ WHOએ મોકૂફ રખાવ્યો છે.) મુદ્દે વાત થઈ હતી. "

(12:13 pm IST)