Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

આત્મનિર્ભર લોન માટે અરજદાર માટે ડઝનથી વધુ દસ્તાવેજો જરૂરી

રપ હજારથી ૧ લાખની લોન સરળતાથી મળશે તેની ગેરેન્ટી નથી : લોનમાંથી નોકરીયાત વર્ગ બાકાત રહેશે : એક જામીનદાર મકાન માલિક જોઇશે

નવી દિલ્હી, તા. ર૯ : ગુજરાત સહાય યોજના અંતર્ગત આત્મનિર્ભર લોન મેળવવા માટે લાભાર્થીઓને એક ડઝનથી વધુ દસ્તાવેજો ફરજિયાત સંબંધીત સહકારી બેંકો કે ક્રેડિટ કો.. સોસાયટીઓમાં આપવા પડશે. બે જામીનદાર અને દસ્તાવેજો આપ્યાં બાદ લાભાર્થીને લોન મેળવવા લોખંડના ચણા ચાવવા પડશે. નાના વેપારીઓ, મધ્યમ તથા શ્રમિક વર્ગ અને વ્યકિતગત કારીગરો માટે સરકારની આત્મનિર્ભર લોન ટોક ઓફ ધી ટાઉન છે. શહેરની કેટલીક સહાકરી બેંકોમાં લોનના ફોર્મનું વિતરણ શરૂ થયું છે, જયારે કેટલીક બેંકો સુધી લોનના ફોર્મ પ્રિન્ટ થઈ પહોંચ્યા નથી. ૧૭૯ દિવસ લાંબા લોન પ્રોસેસ માટે કેટલાક લાભાર્થીઓએ ફોર્મ મેળવી લીધાં છે. આ ફોર્મ સાથે લાભાર્થીઓને એક ડઝનથી વધુ દસ્તાવેજો ફરજિયાત જમા કરાવવા પડશે. લાભાર્થીઓને પોતાના સહિત બે જામીનદારના પણ અલગ-અલગ દસ્તાવેજો સંબંધીત સહકારી બેંકો, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો તથા નાગરિક સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીને આપવવા પડશે. લાભાર્થીઓ અને જામીનદારમાં આધારા કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ અને ફોટા જેવા દસ્તાવેજો મુખ્ય છે. આ ઉપરાંત બે જામીનદાર પૈકી એક જામીનદાર પાસે પોતાની માલિકીનું મકાન હોવું જોઈએ. બે પૈકી એક જામીનદારને વેરા પાવતીની નકલ પણ સંબંધીત બેંકમાં જમા કરાવવી પડશે. બીજી તરફ, એક સહકારી બેંકના લોન મેનેજરે જણાવ્યું હતું કે, લાભાર્થીએ પોતાના ધંધાના પુરાવા પણ આપવા પડશે. જેના પરથી નોકરિયાત વર્ગનો આત્મનિર્ભર લોનમાં સમાવેશ કરાયો છે કે કેમ? તે અંગે સ્પષ્ટતા મળી નથી. ૧૭૯ દિવસ લાંબા લોન પ્રોસેસમાં લોનની રકમ રૂ.૨૫ હજારથી ૧ લાખ સુધીની છે. લાભાર્થીઓને લોનની રકમ ટુકડે-ટુકડે આપવામાં આવશે. આટલા લાંબા પ્રોેસેસ અને ડઝનથી વધુ દસ્તાવેજો જમા કરાવ્યા બાદ પણ લોન સરળતાથી મળશે તેની ગેરેન્ટી નથી. ઉલ્લેખનીય છે કે, આત્મનિર્ભર લોન જાહેર કર્યા બાદ સરકારે કેટલાંક સુધારા કર્યાં હતા.

આત્મનિર્ભર લોનના દસ્તાવેજનું ચેકલિસ્ટ ?

.આધાર કાર્ડ, .પાન કાર્ડ/ફોર્મ ૬૦, . ફોટો, . વેપારના પુરાવા, .  PDC¸ ચેક, . બેંક સ્ટેટમેન્ટ, . જુની લોનની વિગતો, . કુંુટુંબના સભ્યોના આધારકાર્ડ, . બે જામીનદાર, ૧૦. બંને જામીનદારના આધાર કાર્ડ, ૧૧. બંને જામીનદારના પાન કાર્ડ/ફોર્મ ૬૦, ૧૨. બંને જામીનદારના રેશન કાર્ડ, ૧૩. બંને જામીનદારના ફોટા, ૧૪. એક જામીનદારની વેરા પાવતી, ૧૫. સોગંદનામુ/પ્રોમીસરી, ૧૬. જામીન ખત, ૧૭. બેંકનું સમંતિ પત્ર વગેરે.

(11:47 am IST)