Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

રિલાયન્સે ચીનથી ખૂબ સસ્તી અને બેજોડ પીપીઈ કિટ તૈયાર કરી

દરરોજ ૧ લાખ પીપીઈ કિટ તૈયાર થઈ રહી છે : ૧૦,૦૦૦ લોકોને રોજગારી આપે છે : ટેસ્ટિંગ સ્વેબ ચીનથી ૧૦ ગણી સસ્તી પડે છે

રાજકોટ : કોરોનાવાયરસ સમયગાળા દરમિયાન વિવિધ મોરચા પર સેવારત મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હવે ત્રણથી ચાર ગણી સસ્તી અને અજોડ ગુણવત્ત્।ાયુકત પર્સનલ પ્રોટેકિટવ ઇકિવપમેન્ટ (PPE) કિટ બનાવવાનું શરૂ કર્યું છે. આ કિટ આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ અને શ્રેષ્ઠ ગુણવત્ત્।ાયુકત છે. કંપનીના સિલ્વાસા પ્લાન્ટમાં દરરોજ ૧ લાખ પીપીઈ કિટ બનાવવામાં આવે છે. એક તરફ, ચીનથી આયાત થતી પર્સનલ પ્રોટેકિટવ ઇકિવપમેન્ટ (PPE) કિટની કિંમત કિટદીઠ રૂ. ૨૦૦૦ થાય છે. તો બીજી તરફ, રિલાયન્સની કંપની આલોક ઇન્ડસ્ટ્રીઝ રૂ. ૬૫૦માં પીપીઆઈ કિટ બનાવે છે. પીપીઈ કિટ ડોકટરો, નર્સો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ ઉપરાંત પોલીસ અને સફાઈ કામદારો જેવા ફ્રન્ટલાઇન વોરિયર્સને કોરોનાવાયરસના ઇન્ફેકશનથી બચાવે છે.

દરરોજ એક લાખથી વધારે પીપીઈ કિટ બનાવવા માટે રિલાયન્સે પોતાના વિવિધ ઉત્પાદન કેન્દ્રોને આ કામમાં લગાવ્યાં છે. જામનગરમાં સ્થિત દેશની સૌથી મોટી રિફાઇનરીએ એવા પેટ્રોકેમિકલ્સનું મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું છે, જેમાંથી પીપીઈનું કાપડ બને છે. આ જ કપડાનો ઉપયોગ કરીને આલોક ઇન્ડસ્ટ્રીઝમાં પીપીઈ બનાવવામાં આવે છે. આલોક ઇન્ડસ્ટ્રીઝનું તાજેતરમાં રિલાયન્સે એકિવઝિશન કર્યું હતું. આલોક ઇન્ડસ્ટ્રીઝની તમામ સુવિધાઓ પીપીઈ કિટ બનાવવામાં લગાવવામાં આવી છે. અત્યારે ૧૦,૦૦૦થી વધારે લોકો આલોક ઇન્ડસ્ટ્રીઝમાં પીપીઈ બનાવવાના કામમાં લાગેલા છે.

(11:46 am IST)