Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

રેલ્વેના ઘણા નિયમો બદલાયા

હવે વેઇટીંગ-RAC ટિકીટ પર યાત્રા નહિ કરી શકાયઃ ટ્રેનમાં જનરલ કોચ જ નહિ

બરેલી તા. ર૯ : મુરાદાબાદ સર્કલના એડીઆરએમ માનસિંહ મીણા અનુસાર, રેલ્વે બોર્ડે કોરોના સંક્રમણથી બચવા માટે મુસાફરીના નિયમોમાં ભારે ફેરફાર કર્યા છે. તેમના અનુસાર, સ્ટેશનો પર સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવામાં આવશે સૌથી મહત્વની વાત એ છે કે જે મુસાફરો પાસે કન્ફર્મ ટીકીટ હશે ફકત એમને જ પ્લેટફોર્મ પર પ્રવેશ મળશે. કોચમાં ચડતા પહેલા મુસાફરના આરોગ્યની તપાસ થશે, શંકસ્પદ લાગતા મુસાફરની ટીકીટ કેન્સલ કરીનેતેને રીફંડ અપાશ.ે

આના માટે મુસાફરે લગભગ દોઢ કલાક પહેલા પ્લેટફોર્મ પર પહોંચવું પડશે મુસાફરે ટ્રેનમાંં પણ ફેસ કવર/ માસ્ક પહેરવું જરૂરી રહેશે, તો મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ પણ ફરજીયાત રહેશે તેમણે જણાવ્યું કે ટ્રેનમાં કોઇ બીનન, બ્લેન્કેટ અને પરદા ઉપલબધ નહીં કરાવવામાં આવે મુસાફરોને સલાહ અપાઇ છે કે તે પોતાનું ઓઢવા, પાથરવાનું અને પાણી સાથે લઇને મુસાફરી કરે એસી કોચમાં ઉષ્ણતામાન નિયંતરીત રાખવામાં આવશે. મુસાફરોને બને તેટલા ઓછા સામાન સાથે મુસાફરી કરવાની સલાહ આપવામાં આવે છે બધા સ્ટેશનો પર ખાણીપીણીના સ્ટોલ ખુલ્લા રહશે.

તેમણે કહ્યું કે જો કન્ફર્મ ટીકીટ નહીં હોય તો મુસાફરનેપ્લેટફોર્મ પર પ્રવેશવાની પરવાનગી નહી મળે જેમને ટીકીટ કન્ફર્મનો મેસેજ ન આવ્યો હોય તેઓ સ્ટેશન ન આવે.

જણાવી દઇએ કે રેલ્વેએ મુસાફરીના ૩૦ દિવસ પહેલા ટીકીટ બુક કરવાની સુવિધા શરૂ કરી છે અને ટીકીટનું રિફંડ ૧૮૦ દિવસમાં લઇ શકાય છે.

પહેલી જુનથી સ્ટેશનના મુખ્ય ગેટ સિવાયના બધા એનટ્રી ગેટ બંધ કરી દેવાશે. સ્ટેશનની રિઝર્વેશન ઓફીસ પાસેબનેલ વેઇટીંગ હોલમાં બધા યાત્રીઓને રોકવામાં આવશે સ્ટેશન પર એક ટ્રેન ઉભી હશે તો બીજી ટ્રેનને આવવાની પરવાનગી નહી અપાય વેઇટીંગ હોલમાંજ ટીકીટ ચેકીંગ અને થર્મલ સ્ક્રીનીંગ થશે ટ્રેનોમાં કોઇ અનરિઝર્વે કોચ નહીં હોય.(૬.૭)

(11:16 am IST)