Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

સિંધી સમાજે પ્રિવેડીંગ વિડીયો અને ફોટોગ્રાફી ઉપર પ્રતિબંધ મુકયો

રાયપુર તા.૨૯: લગ્ન પહેલા છોકરા-છોકરી કોઇ હીલ સ્ટેશન, સમુદ્ર કિનારે જઇને ગળે મળતા હોય તેવા વિડીયો અને ફોટો શુટ કરે છે. પછી તેને લગ્નના દિવસે કે રીસેપ્શન પાર્ટીમાં જાહેરમાં પ્રોજેકટ દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. આ ચલણ વધવા માંડયું હોય છતીસગઢમાં તેનો વિરોધ થયો છે. કેટલાક અન્ય જ્ઞાતિના સંગઠનોને જેમી સિંધી સમાજે પણ તેને અસંસ્કૃત ગણી તેના પર પ્રતિબંધ મુકયો છે. સિંધી સમાજમાં જો આવુ કરતા કોઇ પકડાશે તો સમાજ ના લોક તેનો બહિષ્કાર કરશે. સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. જે.કે. લાલનું કહેવું છેકે, લગ્ન પહેલા યુવક યુવતિઓ સ્વચ્છં રીતે અશ્લીલ શુટીંગ કરાવે છે તે ભારતીય સંસ્કૃતિ વિરૂધ્ધ છે અને તેનાથી લગ્ન ની ગરીમા હણાય છે.

(1:20 pm IST)