Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

પાકિસ્તાનમાં મદ્રેસાઓ દ્વારા ૧૫થી ૨૦ વર્ષના છોકરાઓને પસંદ કરી ૨ વર્ષ ત્રાસવાદની તાલીમ અપાય છે

આ બધાને ૬ કેમ્પોમાં રાખી ખસુસો દ્વારા ટ્રેનીંગ : પકડાયેલા આતંકી જૈબુલ્લાહે પોપટની જેમ વિગતો આપી

નવી દિલ્હી તા. ૨૯ : પાકિસ્તાન અને આતંકવાદ એકબીજાના કેટલા પર્યાય બની ચૂકયા છે તેની જીવતો પુરાવો મળ્યો છે, પાકિસ્તાનથી આવેલા આતંકી જૈબુલ્લાહની સેનાએ માર્ચમાં ધરપકડ કરી હતી અને હવે આ જ આતંકી એનઆઇએ સમક્ષ પોપટની જેમ બોલીને પાકિસ્તાનના આતંકપ્રેમની પોલ ખોલી રહ્યો છે.

વૈશ્વિક મંચ પર પાકિસ્તાન ભલે પોતાને આતંક પીડિત દેશ કહેતો હોય, પરંતુ પાકિસ્તાનના જ એક આતંકીએ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને ખોટા ગણાવ્યા છે. માર્ચ મહિનામાં જીવતા પકડાયેલા જમાન ઉદ દાવાના આતંકીઓને એનઆઇએ સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

આતંકી જૈબુલ્લાહએ કહ્યું કે, પાકિસ્તાનમાં આતંકીઓને બે વર્ષ સુધી તાલીમ આપવામાં આવે છે. જેના માટે ૧૫થી ૨૦ વર્ષના બાળકોની પસંદગી કરવામાં આવે છે તથા છોકરાઓની પસંદગી મદ્રેસા તેમજ અન્ય લોકો મારફતે થાય છે. જૈબુલ્લાહએ એ પણ ખુલાસો કર્યો કે આતંકી પ્રવૃત્તિ માટે પસંદગી કરાયેલા બાળકોને ૬ અલગ અલગ કેમ્પમાં રાખવામાં આવે છે. જેમાં પાકિસ્તાની આર્મી અને પાકિસ્તાની જાસુસી એજન્સીના લોકો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે.

(12:36 pm IST)