Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ભાજપના મોઢામાંથી માંડમાંડ કોળ્‍યો ઝુંટવ્‍યો તો પણ..

જેડીએસ-કોંગ્રેસ વચ્‍ચે નાણાખાતા માટે સમરાંગણ

કુમારસ્‍વામીને ખેડુતોને આપેલ વચન પુરા કરવા આ ખાતુ જ જોઇએ છે

નવી દિલ્‍હી તા.૨૯: કર્ણાટકમાં ખાતાની વહેંચણી માથાનો દુઃખાવો બનેલ છે. ત્‍યારે સોનિયાજી હેલ્‍થ ચેકઅપ માટે પુત્ર રાહુલ સાથે વિદેશ ગયા છે. ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાના અહેવાલ મુજબ નાણા ખાતા માટે શાસક જેડીએસ (કુમાર સ્‍વામી) પક્ષ અને કોંગ્રેસ વચ્‍ચે ભારે ખેંચતાણ ચાલે છે. થોડા દિવસો પૂર્વે જ જેડીએસ-કોગ્રેસે સંયુકત સરકાર બનાવી છે. અને મુખ્‍યમંત્રી કુમારસ્‍વામીને બનાવ્‍યા છે જોકે જેડીએસની સરખામણીએ કોંગ્રેસના ધારાસભ્‍યો લગભગ ડબલ છે. ખાતાની વ્‍હેંચણીમાં ભારે તનાવ સર્જાતા કેબીનેટ વિસ્‍તરણ પણ અટકી ગયું છે. કુમાર સ્‍વામી જાતે દિલ્‍હીમાં સંખ્‍યાબંધ કોંગ્રેસી નેતાઓને મળ્‍યા પણ કોઇ નિકાલ આવ્‍યો નથી.

જાણકારો કહે છેકે બન્ને પક્ષો વચ્‍ચે નાણા અને ગૃહ ખાતા જેવા મલાઇદાર ખાતાઓ માટે જબ્‍બરજસ્‍ત સોદાબાજી ચાલી રહી છે.

 મુખ્‍યમંત્રીપદ જેડીએસને આપવાના બદલામાં કર્ણાટક કોંગ્રેસના નેતાઓ નાણા-ગૃહ-ઉદ્યોગ- પીડબલ્‍યુડી-એકસાઇઝ-બેંગલુરૂ ડેવલપમેન્‍ટ સહિતના મધોલાળ જેવા ખાતા પોતાની પાસે રાખવા માંગે છે.

 જયારે નાણા ખાતા જેવા ચાવીરૂપ ખાતા મુખ્‍યમંત્રી કુમાર સ્‍વામી પોતાની પાસે રાખવા માંગે છે. જેથી તેઓ ખેડુતોના ૩૫૦૦૦ કરોડના દેવા માફ કરી પોતાનું ચૂંટણી વચન પૂラરું કરી શકે? અને એટલે જ કર્ણાટકમાં કેબીનેટ વિસ્‍તરણ અટકી ગયું છે.

(11:23 am IST)