Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ઇરાકમાં 10 મિનિટની કાર્યવાહી:ઇસ્લામિક સ્ટેટના આતંકીઓની 40 પત્નીઓને ફાંસીની સજા ફરમાવાઈ :હજુ 1000 જેલમાં બંધ

સજા મેળવનાર મોટા ભાગની મહિલાઓ વિધવ: બાળકોનું ધ્યાન રાખનારા એક માત્ર પરિવારની સભ્ય : રડતી મહિલાઓથી કોર્ટ પરિષદમાં સન્નાટો

તાજેતરમાં ઇરાકમાં આતંકીઓને સપોર્ટ કરનાર સામે કેસની કાર્યવહી હાથ ધરાઈ હતી તેમાં આઇએસના આતંકીઓની 40 પત્નીઓને ફાંસીની સજા ફટકારાઇ હતી ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટનો ખાતમો થઇ ગયો છે, સિવિલ વોર દરમિયાન ધરપકડ કરાયેલા આતંકીઓ અને તેને સપોર્ટ કરનારાઓ પર ઇરાકમાં કેસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આતંકીઓની પત્નીઓ પર પણ કેસ ચાલી રહ્યાં છે. જેમાં 10 મિનિટની કાર્યવાહીમાં 40 જેટલી આતંકીઓની પત્નીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. કેટલીક મહિલાઓને ઉંમરકેદની સજા પણ ફટકારી છે.

  આઇએસ આતંકીઓનો સાથ આપવાના આરોપમાં અંદાજે 1000 મહિલાઓ અને યુવતીઓ ઇરાકની જેલમાં બંધ છે, જેમાંથી 40ને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. સજા મેળવનાર મોટા ભાગની મહિલાઓ વિધવા છે અને તેઓ પોતાના બાળકોનું ધ્યાન રાખનાર એક માત્ર પરિવારની સભ્ય છે. ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે જ્યારે સજા ફટકારવામાં આવી ત્યારે તે પોતાના બાળકો સાથે બગદાદ સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટમાં હાજર હતી.

  મહિલાઓએ કોર્ટમાં દલિલ કરી કે તેઓ નિર્દોષ પીડિત છે, જેઓને દરેક જગ્યાએ ગેરમાર્ગે દોરવામાં આવી, તો કેટલીક મહિલાઓએ જણાવ્યું કે અહીં આવ્યા પહેલા તેઓને પણ નહોતી ખબર કે તેનો પતિ આતંકી છે. મહિલાઓમાંથી એક ફ્રેન્ચ બ્રાઇડ જેમિલા બુટોટોએ કોર્ટમાં કહ્યું કે મને લાગી રહ્યું છે કે મે એક બળાત્કારી સાથે લગ્ન કર્યા છે, લાંબા વેકેશન બાદ જ્યારે અમે તુર્કી પહોંચ્યા તો જાણવા મળ્યું કે તેનો પતિ આતંકી છે. તેણીએ જણાવ્યું કે હું આરોપી નહીં, પીડિત છું. જ્યારે હું મારા પતિની કોઇ વાત ઠુકરાવતી તો તે મારી સાથે મારપીટ કરતો અને મને અને મારા બાળકોને ગુફામાં બંધ કરી દેતો હતો. બાળકોથી અલગ પડવાને કારણે રડતી મહિલાઓથી કોર્ટ પરિષદમાં સન્નાટો છવાઇ ગયો હતો.

   જેમિલા એવી 1900 ફ્રેન્ચ નાગરિકો અને 40000 વિદેશીઓમાંથી એક છે, જે આઇએસમાં જોડાવવા માટે સીરિયા અથવા ઇરાક આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઇરાક અંદાજે ત્રણ વર્ષ સુધી આઇએસના કબજામાં રહ્યું હતું. દરમિયાન અહીં આતંકીઓએ સ્થાનિક લોકો પર અત્યાચાર ગુજાર્યો હતો.

(12:00 am IST)