Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

ભારતીય નૌકાદળનું અરબ સમુદ્રમાં મોટું ઓપરેશન:ઈરાનના અપહૃત જહાજને સમુદ્રી ચાંચિયાઓની ચુંગાલમાંથી બચાવ્યું

ઈરાનના માછીમારોના જહાર અલ કંબાર 786માં ચાંચિયાઓ દ્વારા લૂટ : જહાજ પર નવ સશસ્ત્ર સમુદ્રી ડાકુ એટલે કે ચાંચીયા સવાર હતા: અરબ સમુદ્રમાં સોકોટ્રાથી આશરે 90 સમુદ્રી માઈલ દક્ષિણ પશ્ચિમમાં બની ઘટના

નવી દિલ્હી :ભારતીય નૌકાદળે કહ્યું છે કે તેણે અપહરણ કરવામાં આવેલ ઈરાનના માછીમારોના જહાજ અલ કંબાર 786 (Al-Kambar 786)ને સફળતાપૂર્વક છોડાવ્યું છે. આ ઘટના આજે સાંજે અરબ સમુદ્રમાં સોકોટ્રાથી આશરે 90 સમુદ્રી માઈલ દક્ષિણ પશ્ચિમમાં બની હતી.

આ સાથે એવી માહિતી સામે આવી છે કે જહાજ પર નવ સશસ્ત્ર સમુદ્રી ડાકુ એટલે કે ચાંચીયા સવાર હતા. 28મી માર્ચની સાંજે ઈરાનના માછીમારોના જહાર અલ કંબાર 786માં ચાંચિયાઓ દ્વારા લૂટ ચલાવવામાં આવી હોવાની માહિતી મળી હતી.

સમુદ્રી સુરક્ષા અભિયાન માટે અરબ સમુદ્રમાં ગોઠવવામાં આવેલા ભારતીય નૌકાદળના બે જહાજોએ અપહરણ કરાયેલા જહાજને અટકાવવા માટે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.

આ ઘટના સર્જાઈ ત્યારે FV સોકોટ્રાથી આશરે 90 NM દક્ષિણ-પશ્ચિમમાં હતા અને એવું કહેવામાં આવતુ હતું કે તેની ઉપર નવ જેટલા હથિયારધારી લોકો સવાર હતા. અપહરણ FVને 29મી માર્ચના રોજ અટકાવવામાં આવ્યું હતું. અપહરણ કરવામાં આવેલ FV અને તેના ચાલક દળને બચાવવા માટે ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન જારી છે. ભારતીય નૌકાદળે ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષા તથા નાવીકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે

(11:40 pm IST)