Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

કરોડપતિ બનવા માટે ૧૫-૩૦-૨૦ની ફોર્મ્‍યૂલા અપનાવો : ચક્રવળદ્ધિ વ્‍યાજનો મળશે લાભ

સબકા સપના મની મની

મુંબઇ, તા.૨૯: મોંઘવારીના આ યુગમાં જો યોગ્‍ય રોકાણ પદ્ધતિઓ અપનાવવામાં આવે તો તમે સારું બેંક બેલેન્‍સ એકઠુ કરી શકો છો. તમે તમારી બચતને કમ્‍પાઉન્‍ડ કરીને કરોડપતિ બની શકો છો. તમે આ મોંઘવારી સ્‍થિતિમાં એક ખાસ ફોર્મ્‍યુલા અપનાવીને તમારી બચત વધારી શકો છો.

લોકોને લાગે છે કે કરોડપતિ બનવા માટે વધુ રોકાણ જરૂરી છે, પરંતુ જો તમે સારી રીતે બચત કરવા માંગો છો અને તમારું બેંક બેલેન્‍સ વધારવા માગો છો, તો ૧૫-૩૦-૨૦ ની ફોર્મ્‍યુલા તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. આ ફોર્મ્‍યુલા તમારી આવકને ત્રણ ભાગમાં વહેંચે છે.

જો તમે જોબ કરો છો તો તમે આ ફોર્મ્‍યુલા લાગુ કરી શકો છો અને જો તમે બિઝનેસમેન છો તો તમે તમારી આખા મહિનાની આવક આ ફોર્મ્‍યુલાની મદદથી વહેંચીને આ કામ કરી શકો છો. આ નિયમ પૈસા બચાવવા માટે એક અસરકારક રીત છે. તે તમને આર્થિક રીતે મજબૂત (કરોડપતિ) બનાવે છે. આ બચતને યોગ્‍ય જગ્‍યાએ રોકાણ કરીને તમે જલ્‍દી ધનિક બની શકો છો.તમે મ્‍યુચ્‍યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો.

દુનિયામાં એવા ઘણા લોકો છે જેમની આવક ઘણી સારી છે. આ લોકો દર મહિને લાખો રૂપિયા કમાય છે, પરંતુ આ પછી પણ તેમનું બેંક બેલેન્‍સ ખાલી રહે છે. તે નાણાં બચાવવામાં અસમર્થ હોય છે. તેમનો ખર્ચ તેમની કમાણી કરતા વધી જતો હોય છે. આવી સ્‍થિતિમાં ૧૫-૩૦-૨૦નું આ સૂત્ર ખૂબ જ ઉપયોગી થાય છે. તેમાં ત્રણ બાબતોનો સમાવેશ થાય છેઃ જરૂરિયાત, ઈચ્‍છા અને બચત. આ નિયમ તમારી આવકને ત્રણ ભાગમાં વહેંચે છે.

આ નિયમ અનુસાર તમારી આવકના ૫૦ ટકા ભાડું, કરિયાણા અને પરિવહન જેવી જરૂરિયાતો માટે હશે. તમે આના પર જ ખર્ચ કરો છો. બહાર ખાવા, મનોરંજન અને ખરીદી જેવી જરૂરિયાતો માટે ૩૦ ટકા રાખો. તમારી આવકના ૨૦ ટકા ભવિષ્‍યના નાણાકીય લક્ષ્યો માટે રોકાણ કરવું જોઈએ.

ઉદાહરણ તરીકે જો તમારી માસિક આવક ૧,૦૦,૦૦૦ રુપિયા છે, તો તમારી ઇચ્‍છાઓ માટે ૫૦,૦૦૦ રુપિયા તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે ૩૦,૦૦૦ રુપિયા અને બચત અને રોકાણ માટે ૨૦,૦૦૦ રુપિયા અલગ રાખો. સમય જતા સેલેરી વધે તો પણ આ ફોર્મ્‍યુલા ચાલુ રાખો. તેને યોગ્‍ય SIP મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કરીને લાંબા ગાળે સારી એવી રકમ એકત્ર કરી શકો છો. (નોંધ-મ્‍યુચ્‍યુઅલ ફંડ શેરબજાર સાથે જોડાયેલુ હોવાથી જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્‍ણાંતોની સલાહ લો.)

(12:05 pm IST)