Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

'યે જો દેશ હૈ મેરા, સ્વદેશ હૈ તેરા…' અમેરિકન નેવમાં ગવાયું બોલીવુડનું સોંગ :વિડીયો જોયા બાદ લોકોએ કરી સલામ: ભારતના રાજદૂતે શેર કર્યો વિડીયો

નવી દિલ્હી : બોલીવુડની જાણીતી ફિલ્મ 'સ્વદેશ' જેમાં શાહરૂખ ખાને અભિનય કર્યો હતો તેમાં એક ગીત છે, 'યે જો દેશ હૈ મેરા, સ્વદેશ હૈ તેરા…' આ ગીતને અમેરિકન નેવીના કેટલાક લોકોએ ઘણા સુંદર અંદાજમાં ગાયું છે જેને ઘણું જ પસંદ કરવામાં આવી રહ્યું છે. 27 માર્ચની રાત્રે ડિનર દરમિયાન યૂએસ નેવીના સભ્યોએ સ્વદેશ ફિલ્મનું આ ગીત ગાયું. ઉલ્લેખનીય છે કે ડિનરમાં યૂએસના ચીફ ઑફ નેવલ ઑપરેશન્સ (CNO) માઇકલ એમ ગિલ્ડે અને ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધૂ પણ હાજર હતા.

તરનજીતે ફિલ્મ 'સ્વદેશ'નું 'યે જો દેશ હૈ મેરા' ગીત ગાતા અધિકારીઓનો વિડીયો શેર કર્યો છે.

તેમણે લખ્યું છે કે, 'આ એક દોસ્તીનું બંધન છે જેને ક્યારેય ના તોડી શકાય.' આ ગીત મૂળ રીતે 2004ની ફિલ્મ સ્વદેશ માટે એ.આર. રહેમાન દ્વારા રચવામાં આવ્યું અને ગાવામાં આવ્યું હતુ. ક્લિપમાં યૂએસ નેવી બેન્ડના ગાયકો અને ઇન્સ્ટ્રુમેન્ટ વગાડનારી ટીમ તેમની વર્દીમાં ગાતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ડિનરમાં ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ભાગેદારીને મજબૂત કરવાની રીતો પર ચર્ચા થઈ.

એક બીજા ટ્વીટમાં સંધૂએ લખ્યું છે કે, તે ભારત-અમેરિકા ભાગેદારીને વધારે મજબૂત કરવા માટે સાથે કામ કરવા તત્પર છે. પોતાના સંદેશમાં નૌસેના સંચાલનના પ્રમુખ એડમિરલ માઇકલ એમ ગિલ્ડેએ કહ્યું કે, 'સાથે, આપણે ઇન્ડો-પેસિફિક અને તેની બહાર એક મુક્ત, ખુલ્લા અને વ્યાપક નિયમો આધારિત આદેશને પ્રોત્સાહન આપશે. હું આપણી બંને નૌસેનાઓના નિરંતર સહયોગ માટે તત્પર છું.'

(11:36 pm IST)